fbpx
રાષ્ટ્રીય

પટનામાં ધોરણ ૧૨ની છાત્રાએ ભણતરના ભારથી લગાવી મોતની છલાંગ

બિહારની રાજધાની પટનાની બુદ્ધ કોલોનીમાં એક વિદ્યાર્થીનીએ ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ૧૨મા ધોરણમાં ભણતા આ છોકરીને પરીક્ષામાં ઓછા માર્કસ આવ્યા હતા. જેના કારણે તે ડિપ્રેશનમાં હતી. આ ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક પણ છોકરીને બચાવવાનો પ્રયાસ કરે છે, તેમ છતાં યુવતીનું માથું જમીન પર પટકાય જાય છે અને વધુ પડતું લોહી વહી જવાને કારણે તેનું મોત થયું હતું. આ ઘટના શનિવારે સાંજે બની હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ, યુવતી અહીં નાગેશ્વર કોલોનીના જય રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તેણે આ એપાર્ટમેન્ટના ચોથા માળેથી છલાંગ લગાવી છે. ઘટના બાદ તુરંત જ વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થીના માતા-પિતા આ એપાર્ટમેન્ટના બીજા માળે ભાડાના ફ્લેટમાં રહે છે.. પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીએ આટલું કડક પગલું કેમ ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેને ૧૨માની પરીક્ષામાં ઓછા માર્ક્‌સ આવ્યા હતા.

જેના કારણે તે ડિપ્રેશનમાં હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે વિદ્યાર્થી ચોથા માળની પારી પર ઉભી રહી હતી અને જે બાદ તે અચાનક નીચે કૂદી પડી. યોગાનુયોગ એ વખતે નીચે એક છોકરો પણ ઊભો હતો. આ છોકરાએ પહેલા છોકરીને કૂદવાની ના પાડી, પરંતુ જ્યારે તે રાજી ન થઈ તો છોકરાએ તેને કેચ કરવાનો પ્રયાસ કર્યો તેણે વિદ્યાર્થિનીને પકડી પણ લીધી, તેમ છતાં તેનું માથું જમીન પર અથડાયું અને ફાટી જતા લોહીની રેલમ છેલમ થઈ ગઈ. જેના કારણે લોહી ઝડપથી વહેવા લાગ્યું. વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતો. જ્યાં સારવાર દરમિયાન આ વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં યુવતીને બચાવવા આવેલા યુવકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/