fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૩૫૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગાણાના મહબૂબનગર જિલ્લામાં અંદાજે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના જુદા-જુદા પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, ૨૦૧૪માં ન્ઁય્ કનેક્શનની સંખ્યા ૧૪ કરોડ આસપાસ હતી, જે હવે વધીને ૩૨ કરોડથી વધારે થઈ છે. તાજેતરમાં અમે ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે તેલંગાણામાં ઘણી મહત્વપૂર્ણ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે. જેના કારણે તહેવારની રંગત વધુ ખીલી છે. મેં આજે ઘણા રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કર્યો છે, જે અહીંના લોકોના જીવનમાં મોટા ફેરફારો લાવશે. તે પ્રોજેક્ટથી મહારાષ્ટ્ર સહિત અન્ય ઘણા રાજ્યોમાં લોકોની અવરજવર સરળ બનશે..

વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હૈદરાબાદ-રાયચુર-હૈદરાબાદ રેલ સેવાને પણ લીલી ઝંડી બતાવી હતી. શનિવારે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેલંગાણાની સત્તારૂઢ બીઆરએસ (મ્ઇજી) સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું હતું કે, તેલંગાણાના લોકો નબળા શાસનથી કંટાળી ગયા છે. લોકોને હવે કોંગ્રેસમાંથી પણ વિશ્વાસ ઉઠી ગયો છે. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે બંને વંશવાદી પક્ષો છે, જેનો ઉદ્દેશ્ય જનતાની સેવા કરવાનો નથી. વડાપ્રધાને કહ્યું કે આજે હું તેલંગાણાની ધરતી પરથી જાહેરાત કરી રહ્યો છું કે, કેન્દ્ર સરકારે હળદરની ખેતી કરતા ખેડૂતો માટે અને તેમની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. નવરાત્રિ શરૂ થવાની છે, પરંતુ સંસદમાં મહિલા અનામત બિલ પસાર કરીને આપણે તે પહેલાં ‘શક્તિ’ની પૂજા કરવાની ભાવના સ્થાપિત કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/