fbpx
રાષ્ટ્રીય

જર્મન સિંગર કૈસમીએ મહાત્મા ગાંધીનું સૌથી પ્રિય ગીત ગાયું અને શેર કર્યુંવડાપ્રધાન મોદીએ પણ જર્મન સિંગરનો વીડિયો પોતાના સો.મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો

આજે સમગ્ર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમની જન્મજયંતિ પર પોતાની રીતે વ્યક્ત કરી રહ્યો છે. આ પ્રસંગે જર્મન સિંગર કાસમીએ મહાત્મા ગાંધીનું સૌથી પ્રિય ગીત ગાયું અને શેર કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો ઁસ્ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ (ટિ્‌વટર) પર પોસ્ટ કર્યો છે, જેને ઈન્સ્ટાગ્રામ પર સ્પિટમેને પોસ્ટ કર્યો હતો.

આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, “ગાંધીજીના વિચારો દુનિયાભરના લોકો સાથે જાેડાય છે!” ગત મહિને ઁસ્ મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમમાં પણ તેમણે ભારતીય સંગીત અને સંસ્કૃતિ પ્રત્યેના તેમના જુસ્સા માટે સ્પિટમેનની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રને પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું, “ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંગીત હવે વૈશ્વિક છે. વિશ્વભરમાં વધુને વધુ લોકો તેમની તરફ આકર્ષિત થઈ રહ્યા છે.” આ કાર્યક્રમ દરમિયાન તેઓએ સ્પિટમેન દ્વારા ગાયેલું એક ભારતીય ગીત પણ વગાડ્યું હતું. રવિવારે વીડિયો શેર કરતાં સ્પિટમેને લખ્યું, “આવતીકાલે ગાંધી જયંતિ છે અને મેં ગાંધીજીના મનપસંદ ભજનની ઘણી પ્રેક્ટિસ કરી છે જેથી ગાંધીજીના વિચાર સાથે લોકોને જાેડી શકાય.” દર વર્ષે ૨ ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીના અહિંસા અને સહિષ્ણુતાના મૂલ્યોનું સન્માન કરવા માટે આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ ૧૫૪મી ગાંધી જયંતિ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/