fbpx
રાષ્ટ્રીય

દિવાળી પહેલા ખેડૂતોને સરકાર દ્વારા ભેટ, ઘઉં સહિતના પાકોની MSP વધશે

લોકસભાની આગામી ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. હાલમાં એવુ ચર્ચાઈ રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર, વિવિધ રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધુ એકવાર વધારો કરી શકે છે. આમ કરવાથી દેશના કરોડો ખેડૂતોને પાકના ભાવમાં ફાયદો થશે. કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર ચૂંટણી પૂર્વે ઘઉંની સ્જીઁમાં રૂપિયા ૧૫૦નો વધારો કરીને પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૧૭૫નો દર વધારો કરી શકે છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઘઉં પકવતા ખેડૂતોને આનો સૌથી વધુ લાભ થશે.

આ ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સૌથી વધુ ઘઉંની ખેતી કરવામાં આવે છે.. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, કેન્દ્ર સરકાર આગામી વર્ષ માટે ઘઉંની સ્જીઁમાં ૩ ટકાથી વધારીને ૧૦ ટકા કરી શકે છે. જાે કેન્દ્રની મોદી સરકાર એમએસપીમાં વધારો કરે છે, તો ઘઉંનો લઘુત્તમ ટેકાના ભાવ ૨૩૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી શકે છે. જાેકે, હાલમાં ઘઉંની સ્જીઁ રૂપિયા ૨૧૨૫ પ્રતિ ક્વિન્ટલ અમલમાં છે. આ સિવાય કેન્દ્ર સરકાર મસૂરની એમએસપીમાં પણ ૧૦ ટકા સુધીનો વધારો કરી શકે છે. જ્યારે સરસવ અને સૂર્યમુખીના લઘુત્તમ ટેકાના ભાવમાં ૫ થી ૭ ટકાનો વધારો થઈ શકે છે.

સૂત્રો દ્વારા એવી અપેક્ષા સેવાઈ રહી છે કે આગામી સપ્તાહમાં કેન્દ્ર સરકાર રવિ પાક, કઠોળ અને તેલીબિયાંના વિવિધ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ વધારવાની મંજૂરી આપી શકે છે. ખાસ વાત એ છે કે લઘુત્તમ ટેકાના ભાવ વધારવાનો ર્નિણય, આગામી માર્કેટિંગ સીઝન ૨૦૨૪-૨૫ માટે લેવામાં આવશે. કેન્દ્ર કૃષિ ખર્ચ અને કિંમત આયોગની ભલામણ પર, સરકાર વિવિધ પાકના લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરે છે. લઘુત્તમ ટેકાના ભાવમાં ૨૩ પાક, ૭ અનાજ, ૫ કઠોળ, ૭ તેલીબિયાં અને ૪ રોકડિયા પાકોનો સમાવેશ થાય છે. આવા રવિ પાકની વાવણી ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે કરવામાં આવતી હોય છે.

જ્યારે, આ પાકની લણણી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન કરવામાં આવે છે.. કયા પાકનો સમાવેશ લઘુત્તમ ટેકાના ભાવ માટે કરાયો છે.. જે વિષે જણાવીએ, જેમાં અનાજના પાકમાં ઘઉં, બાજરી, જુવાર મકાઈ, ડાંગર અને રાગીનો સમાવેશ કરવામાં આવ્યો છે, કઠોળના પાકમાં મગ, મસૂર, ચણા અને અડદનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેલીબિયાંના પાકમાં મગફળી, તલ, સૂર્યમુખી, સરસવ અને સોયાબીનનો સમાવેશ કરવામાં આવ્યો છે અને રોકડીયા પાકમાં કપાસ, શેરડી, કાચુ શણ અને કોપરુનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લઘુત્તમ ટેકાના ભાવ માટે સમાવેશ કરેલ પાકોના નામ આ પ્રકારે છે..
અનાજના પાક – ઘઉં, બાજરી, જુવાર મકાઈ, ડાંગર અને રાગી
કઠોળના પાક – મગ, મસૂર, ચણા અને અડદ
તેલીબિયાંના પાક – મગફળી, તલ, સૂર્યમુખી, સરસવ અને સોયાબીન
રોકડીયા પાક – કપાસ, શેરડી, કાચુ શણ અને કોપરુ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/