fbpx
રાષ્ટ્રીય

દુબઈમાં ૮ મહિનામાં ૩૫૦૦૦ ડ્રાઈવર વાહનોમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં ઝડપાયાદુબઈમાં કાર ચલાવતા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં ૩૫૫૨૭ લોકોને પોલીસે ઝડપ્યા

વર્ષ ૨૦૨૩ના પ્રથમ આઠ મહિનામાં ૩૫૦૦૦થી વધુ ડ્રાઈવરો વાહનોમાં મોબાઈલ ફોન(સ્ર્હ્વૈઙ્મી ઁર્રહી)નો ઉપયોગ કરતા ઝડપાયા છે. આ પ્રાણઘાતક બેદરકારીના કારણે ૯૯ અકસ્માત આ સમયગાળા દરમિયાન થયા છે જેના પરિણામે છ લોકોએ અપમૃત્યુનો સામનો કરવો પડ્યો છે તો સાથે ૫૮ લોકો ઘાયલ થયા છે. દુબઈ પોલીસે શુક્રવારે ૬ ઓક્ટોબરે આ માહિતી જાહેર કરી છે. સ્માર્ટ ટેક્નોલોજીએ સુનિશ્ચિત કરે છે કે ભૂલ કરનાર ડ્રાઇવરો પકડાય છે. એક વીડિયોમાં દુબઈ પોલીસ બતાવે છે કે કેવી રીતે ઉલ્લંઘનને કેમેરામાં સરળતાથી કેદ કરવામાં આવે છે.

વાહનચાલકો જેઓ ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે તેઓનું ધ્યાન ભટકી જાય છે જેના કારણે અચાનક લેન બદલાઈ જાય છે અને અકસ્માત થાય છે. તેઓ લાલબત્તી ઓળંગી જાય છે અથવા રસ્તા પર ધ્યાન ન હોવાને કારણે હાઇવે પર ગતિ મર્યાદા ચુકી જાય છે.. દુબઈ પોલીસના જનરલ ડિપાર્ટમેન્ટ ઑફ ટ્રાફિકના ડિરેક્ટર મેજર-જનરલ સૈફ મુહૈર અલ મઝરોઈએ ચેતવણી આપતા કહ્યું હતું કે “વાહન હંકારતા હોય ત્યારે ફોનનો ઉપયોગ કરવાથી માત્ર ડ્રાઇવરનું ધ્યાન ભટકતું નથી પણ અકસ્માતોની સંભાવના પણ નોંધપાત્ર રીતે વધી જાય છે.”

સોશિયલ મીડિયા અથવા ટેક્સ્ટિંગ તપાસતી વખતે એકાગ્રતામાં ક્ષણિક ધ્યાન ચુકવણા વિનાશક પરિણામો આવી શકે છે.” દુબઈ પોલીસે ચેતવણી આપી છે કે રસ્તા પર ફોનનો ઉપયોગ કરતા ઝડપાયેલા ડ્રાઈવરો પર ૮૦૦ ડ્ઢૈરિટ્ઠદ્બ દંડ અને ચાર બ્લેક પોઈન્ટ લાદવામાં આવશે. ડ્રાઇવિંગ કરતી વખતે કોઈ વ્યક્તિ કૉલ કરી રહ્યો હોય, ટેક્સ્ટ મેસેજ મોકલતો હોય અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરતો હોય તો પણ આ દંડ લાગુ પડે છે. રડાર વિવિધ ઉલ્લંઘનોને ઓળખી શકે છે. લાપરવાહ ડ્રાઇવિંગ ઉપરાંત આ લેન શિસ્તનું પાલન કરવામાં નિષ્ફળતા શોધી શકે છે અલ મઝરોઈએ તમામ રોડ યુઝર્સને ટ્રાફિકના નિયમોનું સખતપણે પાલન કરવા અને ડ્રાઇવિંગ કરતી વખતે ધ્યાન ભંગ કરનાર કંઈપણ ટાળવા હાકલ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/