fbpx
રાષ્ટ્રીય

ઈન્ડિયન એરફોર્સે નવો ધ્વજ તૈયાર કર્યોનવા ધ્વજમાં ઉપરની જમણા બાજુ એરફોર્સ ક્રેસ્ટનો સમાવેશ

ભારતીય વાયુસેના (ૈંછહ્લ)ના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ આજે રવિવારે ઉતરપ્રદેશના પ્રયાગરાજમાં વાર્ષિક એરફોર્સ ડે પરેડ દરમિયાન એરફોર્સના નવા ધ્વજનું અનાવરણ કર્યું હતું. ભારતીય વાયુસેના દ્વારા ૭૨ વર્ષમાં પ્રથમ વાર આ પ્રકારની કવાયત હાથ ધરી છે. નૌકાદળની જેમ જ, વાયુસેનાએ પણ તેના મૂળ ભૂતકાળને ત્યાગીને નવો ફ્લેગ લાવી જૂનો ધ્વજ બદલી નાખ્યો છે. એરફોર્સમાં આ એક ઐતિહાસિક પ્રસંગ ગણવામાં આવે છે. એરફોર્સના નવા ધ્વજમાં ઉપરની બાજુ અને જમણા ખૂણે ભારતીય વાયુસેનાનું ક્રેસ્ટ અંકિત કરેલ છે..

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, ૮ ઓક્ટોબર, ૧૯૩૨ના દિવસે સત્તાવાર રીતે ભારતીય વાયુસેનાની રચના કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનની કામગીરી અને હેતુઓને ધ્યાને રાખીનેમાર્ચ ૧૯૪૫માં રોયલ શબ્દ સાથે જાેડવામાં આવ્યું હતું. આમ ભારતીય વાયુસેનાને રોયલ ઈન્ડિયન એરફોર્સ તરીકે સંબોધવામાં આવતું હતું. અનેક પ્રકારની લડાઈ લડ્યા બાદ, ૧૯૪૭માં ભારત આઝાદ થયું. સ્વતંત્ર થયા બાદ ભારતે ૧૯૫૦માં રોયલ ઈન્ડિયન એરફોર્સમાંથી રોયલ શબ્દ દૂર કર્યો અને ઈન્ડિયન એરફોર્સ તરીકે ઓળખાવા લાગ્યું.

આ સમયે રોયલ ઈન્ડિયન એરફોર્સમાંથી ઈન્ડિયન એરફોર્સ કરતી વખતે નવો ફ્લેગ બનાવવામાં આવ્યો હતો… રોયલ ઈન્ડિયન એરફોર્સના ધ્વજમાં ઉપલી બાજુમાં ડાબી સાઈડે યુનિયન જેક અને ફ્લાય સાઇડમાં રોયલ ઈન્ડિયન એરફોર્સનો ગોળાકાર (લાલ, સફેદ અને વાદળી) ચિન્હનો સમાવેશ થતો હતો. આઝાદી પછી, ઈન્ડિયન એરફોર્સના ધ્વજ નીચે જમણી બાજુમાં અંગ્રેજાેના યુનિયન જેકને સ્થાને ભારતીય ત્રિરંગા સાથે અને રોયલ ઈન્ડિયન એરફોર્સના લાલ, સફેદ અને વાદળી રંગના ચક્રના બદલે, ઈન્ડિયન એરફોર્સના ધ્વજમાં ભારતના ત્રિરંગાના રંગ ગોળાકારમાં ઉમેરવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “ભારતીય વાયુસેનાના મૂળ મૂલ્યો અને હેતુને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે હવે એક નવો ધ્વજ બનાવવામાં આવ્યો છે.. ધ્વજના ઉપરના જમણા ખૂણામાં ફ્લાય સાઇડ તરફ એર ફોર્સ ક્રેસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે,”

ભારતીય વાયુસેનાના નવા ધ્વજની ટોચ પર રાષ્ટ્રીય પ્રતીક છે. ટોચ પર અશોક સ્તંભ પણ છે. તેની નીચે દેવનાગરી લીપીમાં ‘સત્યમેવ જયતે’ લખેલું છે. અશોક સ્તંભની નીચે હિમાલયન ગરુડનું ચિન્હ છે, હિમાલયન ગરુડની પાંખો ફેલાયેલી છે, જે ભારતીય વાયુસેનાના લડાયક ગુણોને દર્શાવે છે. ભારતીય વાયુસેનાનું સૂત્ર ‘ટચ ધ સ્કાય વિથ પ્રાઈડ’ દેવનગરી લિપીમાં હિમાલયન ઈગલની નીચે કોતરેલું છે. ‘ટચ ધ સ્કાય વિથ પ્રાઈડ’ વાક્ય ભગવદ ગીતાના અધ્યાય ૧૧ના શ્લોક ૨૪ માંથી લેવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/