fbpx
રાષ્ટ્રીય

બિહારમાં ટ્રેન દુર્ઘટના બાદ ૧૦ ટ્રેન રદ, ૨૦ થી વધુ ટ્રેનોના રૂટ બદલાયા

દિલ્હીથી કામાખ્યા જઈ રહેલી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનને બુધવારે રાત્રે બિહારના બક્સરમાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતને કારણે ઘણી ટ્રેનોની અવરજવરને અસર થઈ છે. જે બાદ ભારતીય રેલવેએ ૧૦ ટ્રેનો રદ કરી છે જ્યારે ૨૧ ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. બક્સરના રઘુનાથપુરમાં બુધવારે રાત્રે ૯.૫૩ કલાકે આ અકસ્માત થયો હતો. ટ્રેનના ૨૧ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા જેમાં ૨ એસી કોચનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ.. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે અકસ્માતમાં ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે.

લગભગ ૨૦ ઘાયલોને સારવાર માટે પટના એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ લોકોને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ સંપૂર્ણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રેલવેના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જાે કે આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ૧૦૦ થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે વૈકલ્પિક ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રેલ્વે મંત્રી આ ઘટના પર સતત ફોલોઅપ લઈ રહ્યા છે. તે સતત અધિકારીઓના સંપર્કમાં છે. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી-કામખ્યા નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ સવારે ૭.૧૫ વાગ્યે આનંદ વિહારથી નીકળી હતી અને બક્સરના રઘુનાથપુર પાસે સવારે ૯.૫૩ વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ હતી… બિહારમાં ટ્રેન દુર્ઘટના બાદ જે ટ્રેનો રદ કરવામાં આવી હતી તે યાદી આપ્રકારે છે જેમાં પટના-પુરી સ્પેશિયલ (૦૩૨૩૦) , સાસારામ-આરા સ્પેશિયલ (૦૩૬૨૦) , ભભુઆ રોડ એક્સપ્રેસ સ્પેશિયલ (૦૩૬૧૭) , પટના-ડીડીયુ મેમુ પાસ સ્પેશિયલ (૦૩૨૦૩) , પટના-બક્સર મેમુ પાસ સ્પેશિયલ (૦૩૩૭૫) , પટના-ડીડીયુ એક્સપ્રેસ (૧૩૨૦૯) , ડ્ઢડ્ઢેં-પટના એક્સપ્રેસ (૧૩૨૧૦) , પટણા-ડ્ઢડ્ઢેં એક્સપ્રેસ અને ડ્ઢડ્ઢેં-પટના એક્સપ્રેસ આંશિક રીતે રદ કરવામાં આવી છે. આ સિવાય કેટલીક અન્ય ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.. બિહારમાં ટ્રેન દુર્ઘટના બાદ આ ટ્રેનોના રૂટ બદલાયા છે

તે યાદી આ પ્રકારે છે જેમાં રક્સૌલ અંત્યોદય એક્સપ્રેસ (૧૫૫૪૮) , ડિબ્રુગઢ એક્સપ્રેસ (૧૫૯૪૫) , મગધ એક્સપ્રેસ (૨૦૮૦૨) , બરૌની એક્સપ્રેસ (૧૯૪૮૩) , આસનસોલ એસએફ એક્સપ્રેસ (૧૨૩૬૨) , ગુવાહાટી નોર્થ ઈસ્ટ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (૨૨૪૫૦) અને બ્રહ્મપુત્રા મેલ (૧૫૬૫૭)પ અને આ સિવાય બીજી ઘણી ટ્રેનો છે, જેના રૂટ બદલવામાં અજાવ્યા છે.. રેલવેએ અકસ્માત સંબંધિત માહિતી માટે અલગ-અલગ ઈમરજન્સી હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે. જેમાં પટના- ૯૭૭૧૪૪૯૯૭૧ , દાનાપુર- ૮૯૦૫૬૯૭૪૯૩ , આરા- ૮૩૦૬૧૮૨૫૪૨, ૮૩૦૬૧૮૨૫૪૨ અને ૭૭૫૯૦૭૦૦૦૪ , નવી દિલ્હી- ૦૧૧૨૩૩૪૧૦૭૪, ૯૭૧૭૬૩૧૯૬૦ અને આનંદ વિહાર- ૯૭૧૭૬૩૨૭૯૧ માટેના હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/