fbpx
રાષ્ટ્રીય

ફોર્બ્સ એશિયાએ ભારતના ૧૦૦ સૌથી ધનિક લોકોની યાદી જાહેર કરીમુકેશ અંબાણી ફરી એકવાર બન્યા સૌથી અમીર ભારતીય

ફોર્બ્સ એશિયાએ ભારતના ૧૦૦ સૌથી ધનિક લોકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પ્રથમ નામ ફરી એકવાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીનું છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૯૨ અબજ ડૉલર હોવાનું કહેવાય છે, જે ભારતીય ચલણમાં રૂ. ૭.૬૫ લાખ કરોડથી વધુ છે. અદાણી ગ્રુપના ગૌતમ અદાણી અને પરિવાર બીજા ક્રમે છે. ગયા વર્ષે તેઓ આ યાદીમાં પ્રથમ ક્રમે હતા.

હવે તેમની કુલ સંપત્તિ ૬૮ અબજ ડોલર છે. ત્રીજા સ્થાને ૐઝ્રન્ના સ્થાપક અને માનદ અધ્યક્ષ શિવ નાદર છે. તેમની કુલ નેટવર્થ ઇં૨૯.૩ બિલિયન છે. આ વર્ષે તેઓ ૨ સ્થાન ઉપર ચઢ્યા છે. શિવ નાદરે વર્ષ ૧૯૭૬માં ૐઝ્રન્ ગ્રુપની સ્થાપના કરી હતી. ૐઝ્રન્ સ્વદેશી કોમ્પ્યુટર બનાવનારી ભારતની પ્રથમ કંપની છે. આ લિસ્ટમાં ચોથા નંબરે છે ર્ં.ઁ જિંદાલ ગ્રુપના સાવિત્રી જિંદાલ એન્ડ ફેમિલી. ૪૬% ના વધારા સાથે તેમની નેટવર્થ ઇં૨૪ બિલિયન સુધી પહોંચી ગઈ છે. સાવિત્રી જિંદાલ વિશ્વના એક પ્રખ્યાત મહિલા ઉદ્યોગસાહસિક છે. તેમની સખત મહેનત અને સમર્પણના બળ પર તેણે વિશ્વના ઘણા દેશોમાં પોતાનો વ્યવસાય વિસ્તાર્યો છે. તેઓ મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે.

ડ્ઢસ્ટ્ઠિંના સ્થાપક અને શેરબજારના દિગ્ગજ રાધાકિશન દામાણી અને પરિવારે ફોર્બ્સ એશિયાની યાદીમાં ૫મા નંબરે સ્થાન મેળવ્યું છે. તેમની નેટવર્થમાં ઘટાડો હવે ઇં૨૩ બિલિયન સુધી પહોંચી ગયો છે. ડ્ઢસ્ટ્ઠિં એ વન-સ્ટોપ સુપરમાર્કેટ અને હાઇપરમાર્કેટ ચેઇન છે, જે સૌપ્રથમ પવઇ મુંબઈમાં શરૂ કરવામાં આવી હતી. આજે તે દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના એમડી સાયરસ પૂનાવાલા આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ ઇં૨૦.૭ બિલિયન છે. કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન તેમની રસી કોવિશિલ્ડના ઉત્પાદન અને યોગદાનને જાેતાં ૨૦૨૨માં ભારત સરકારે વ્યવસાય અને ઉદ્યોગક્ષેત્રે તેમના યોગદાનને સમ્માનિત કરવા માટે દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી તેમને સન્માનિત કરવાનું નક્કી કર્યું હતું. હિન્દુજા પરિવાર આ યાદીમાં સાતમા નંબરે છે અને તેમની કુલ સંપત્તિ ૨૦ અબજ ડોલર હોવાનું કહેવાય છે.

અવિભાજિત ભારતના સિંધ પ્રાંતના શિકારપુર જિલ્લામાં જન્મેલા દીપચંદ હિન્દુજા દ્વારા હિન્દુજા ગ્રુપની શરૂઆત કરવામાં આવી હતી. દિલીપ સંઘવી અને પરિવારે આઠમા સ્થાને પોતાનું સ્થાન બનાવ્યું છે. પરિવારની કુલ સંપત્તિ ઇં૧૯ બિલિયન હોવાનું કહેવાય છે. સંઘવીનો જન્મ ૧ ઓક્ટોબર ૧૯૫૫ના રોજ ગુજરાત રાજ્યના નાના શહેર અમરેલીમાં થયો હતો. તેઓ કોલકાતાના એક ગુજરાતી જૈન પરિવારમાંથી આવે છે. તેમના પિતાનું નામ શાંતિલાલ સંઘવી અને માતાનું નામ કુમુદ સંઘવી છે. કુમાર બિરલાનું નામ યાદીમાં નવમા નંબરે છે અને તેમની કુલ સંપત્તિ ૧૭.૫ અબજ ડોલર છે. કુમાર મંગલમ બિરલાએ માત્ર ૨૨ વર્ષની ઉંમરે નીરજા બિરલા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૧૯૯૫માં તેમના પિતા આદિત્ય વિક્રમ બિરલાનું કેન્સરને કારણે અવસાન થયું હતું. આ પછી તેમને આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા. ટોપ-૧૦ની યાદીમાં શાપૂર મિસ્ત્રી અને પરિવાર ૧૦માં નંબરે છે અને તેમની કુલ સંપત્તિ ૧૬.૯ અબજ ડોલર છે. પરિવારની સૌથી મોટી સંપત્તિ ટાટા સન્સમાં તેનો ૧૮.૪% હિસ્સો છે, જે ઇં૧૫૦ બિલિયન (આવક) ટાટા ગ્રૂપની માલિકી ધરાવે છે. જાે દેશના ટોચના ૧૦ અમીર લોકોની કુલ નેટવર્થની વાત કરીએ તો તે ૩૩૦.૪ બિલિયન ડોલર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/