fbpx
રાષ્ટ્રીય

ઈઝરાયેલ-હમાસ યુદ્ધની હવે વિશ્વ પર દેખાઈ રહી છે અસરઈઝરાયેલ-હમાસ યુદ્ધની ભારતીય અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડીઆ યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં વાતાવરણ તંગ થઇ ગયું

ઈઝરાયેલ-હમાસ યુદ્ધની અસર હવે વિશ્વ પર દેખાઈ રહી છે, તેણે વિશ્વની અર્થવ્યવસ્થાને પણ ભારે નુકસાન પહોચાડ્યું છે. આ યુદ્ધ ભારતીય અર્થતંત્ર માટે ઘણા ગંભીર પરિણામો પણ લાવી શકે છે. આ યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં વાતાવરણ તંગ છે, જે કાચા તેલની કિંમત માટે ખૂબ જ ખતરનાક સાબિત થવા જઈ રહ્યું છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના છે.

પરંતુ આ યુદ્ધ ભારતને વધુ ૫ રીતે નુકસાન પહોંચાડી શકે છે. હાલમાં લગભગ ૨૦,૦૦૦ ભારતીયો ઈઝરાયેલમાં ફસાયેલા છે. ભારત સરકારે તેમની સુરક્ષિત વતન પરત લાવવા માટે ‘ઓપરેશન અજય’ શરૂ કર્યું છે. પણ આ યુદ્ધને કારણે આર્થિક મોરચે સ્થિતિ એટલી સારી નથી. ત્યારે આ યુદ્ધથી શું મોંઘુ થશે જે વિષે જણાવીએ, કાચા તેલની કિંમતો પર ઈઝરાયેલ-હમાસ યુદ્ધની અસર સંપૂર્ણપણે દેખાઈ રહી છે. જેના કારણે કાચા તેલનો પુરવઠો ખોરવાઈ ગયો છે. ભારત તેની જરૂરિયાતના ૮૫ ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. ક્રૂડ ઓઈલના આ સંકટની અસર ભારત પર ચોક્કસપણે જાેવા મળશે તે સ્વાભાવિક છે. ગયા શુક્રવારે તેલના ભાવમાં ૬ ટકાનો ઉછાળો જાેવા મળ્યો હતો. જ્યારે બ્રેન્ટના ભાવમાં ફેબ્રુઆરી પછીનો સૌથી વધુ સાપ્તાહિક ઉછાળો જાેવા મળ્યો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં આ વધારો ભારત માટે ખૂબ જ મુશ્કેલીજનક બની શકે છે.

તેની અસર આગામી ૫ વિધાનસભાની ચૂંટણીઓ અને ત્યારબાદ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓ પર પડી શકે છે.. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉપરાંત ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે આવનારા સમયમાં ભારતીય અર્થવ્યવસ્થાને થઈ શકે છે આ ૫ નુકસાનપ જેના વિષે જણાવીએ, ૫ય્ કનેક્ટિવિટીના વિસ્તરણમાં વિલંબ, નિકાસ મોંઘી થશે, હીરા-ઝવેરાતના ધંધાને અસર, કોર્પોરેટ્‌સને નુકસાન થશે અને ફાર્માસ્યુટિકલ બિઝનેસ પર અસર પડશે.. જેમાં પ્રથમ ૫ય્ કનેક્ટિવિટીના વિસ્તરણમાં વિલંબ વિષે જણાવીએ ઃ ઇઝરાયેલ-હમાસ યુદ્ધની સૌથી વધુ અસર ડોલર સામે રૂપિયાના મૂલ્ય પર થવાની શક્યતા છે.

લાંબા ગાળે આનાથી રૂપિયાના મૂલ્યમાં ૩ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે, જે આંતરરાષ્ટ્રીય વેપારને મોંઘો બનાવશે. હાલમાં ભારતમાં ૫ય્ માટે ઉપયોગમાં લેવાતા ટેલિકોમ સાધનોમાંથી લગભગ ૬૭ ટકા વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. આ એરિક્સન, નોકિયા અને સેમસંગ દ્વારા બનાવવામાં આવે છે. ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે તેમની આયાત મોંઘી થશે. અને બીજી અસર નિકાસ મોંઘી થવા વિષે જણાવીએ ઃ રૂપિયા અને ડોલર વચ્ચેના સંબંધને કારણે ભારતને નિકાસમાં ફાયદો થાય છે. હવે ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે નિકાસકારો માટે વીમા પ્રીમિયમ મોંઘું થઈ શકે છે. તે જ સમયે, શિપિંગ ખર્ચ પણ વધી શકે છે. આ ફક્ત ઇઝરાયેલ સાથેના અમારા દ્વિપક્ષીય વેપારને અસર કરશે નહીં.

તેના બદલે, તે કાં તો ઘણા યુરોપિયન દેશો સાથે વેપારને મોંઘો બનાવશે અથવા નિકાસ માર્જિન ઘટાડશે. અને ત્રીજી અસર હીરા-ઝવેરાતના ધંધાને અસર થવા પર વિષે જણાવીએ, ભારતનું સુરત શહેર વિશ્વમાં ડાયમંડ કટિંગનું સૌથી મોટું હબ છે. ત્યારે ભારત દર વર્ષે ઈઝરાયેલને ઇં૧.૨ બિલિયનના કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ કરે છે. તેથી તે ઈઝરાયેલમાંથી ઇં૫૨૦ મિલિયનના રફ હીરા અને ઇં૨૨૦ મિલિયનના કટ અને પોલિશ્ડ હીરાની આયાત કરે છે. આ રીતે, ઇઝરાયેલ-હમાસ યુદ્ધ આ વેપારની પ્રગતિને સંપૂર્ણપણે બગાડશે. અને ચોથી અસર કોર્પોરેટ્‌સને થતું નુકસાન વિષે જણાવીએ ઃ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ ભારતના ઘણા મોટા કોર્પોરેટ હાઉસને પણ આંચકો આપશે. ઘણી ભારતીય કંપનીઓ ઈઝરાયેલમાં બિઝનેસ કરે છે. જેમાં સન ફાર્મા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, વિપ્રો, અદાણી ગ્રુપ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, ભારત ફોર્જ અને ઈન્ફોસીસનો સમાવેશ થાય છે. જાે આ યુદ્ધ લંબાય તો આ તમામ કંપનીઓને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. અને છેલ્લું અને પાંચમી અસર ફાર્માસ્યુટિકલ વેપાર પર થતી અસર વિષે જણાવીએ ઃ ઇઝરાયલ-હમાસ યુદ્ધ ભારતના અન્ય બિઝનેસને ખૂબ અસર કરી રહ્યું છે. આ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ છે, જેમાં ભારત વિશ્વમાં અગ્રેસર છે. ભારત પશ્ચિમ એશિયા, ઉત્તર આફ્રિકા અને યુરોપના ઘણા દેશોમાં મોટા પાયે દવાઓની નિકાસ કરે છે. પરંતુ હવે આ યુદ્ધને કારણે આ ધંધો પ્રભાવિત થઈ રહ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં દવાઓના શિપમેન્ટમાં ઘટાડો થયો છે. તે જ સમયે, આ યુદ્ધની અસર આસપાસના દેશોમાં થતી નિકાસ પર પણ પડી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/