fbpx
રાષ્ટ્રીય

મિશન ગગનયાનનું ક્રૂ મોડ્યુલ સફળતાપૂર્વક લોન્ચ થયુંગગનયાનનું હરિકોટા સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચિંગ થયું

ઈસરોએ ગગનયાનનું ટેસ્ટિ્‌ંગ ક્રૂ મોડ્યુલ સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. અગાઉ તેને ટેકનિકલ ખામીના કારણે મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ ટેક્નિકલ ખામીને સુધારી ૧૦ વાગ્યે લોન્ચિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઈસરોના ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે આજે વાહનની ટ્રાયલ થઈ શકી નથી. વાહનને લોન્ચ કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ પરીક્ષણ મિશનને લોન્ચિંગની માત્ર પાંચ સેકન્ડ પહેલા રોકવી પડી હતી. ્‌ફ-ડ્ઢ૧, ગગનયાન મિશન માટેની ટેસ્ટ ફ્લાઇટ, સવારે ૮ વાગ્યે શરૂ થવાની હતી,

પરંતુ વધારાની સાવચેતીના કારણે, તેના પ્રક્ષેપણનો સમય ૩૦ મિનિટ આગળ વધાર્યો હતો. જાેકે, ખરાબ હવામાનને કારણે ઈસરોએ ગગનયાનનું પરીક્ષણ વધુ થોડા સમય માટે રોકવાનો ર્નિણય લીધો અને આખરે ૧૦ વાગે તેનું પ્રથમ ટેસ્ટિંગ ફ્લાઈટ લોન્ચ કરવામાં આવી છે. ગગનયાનનું પ્રથમ પરીક્ષણ વાહન એબોર્ટ મિશન-૧ (્‌ફ-ડ્ઢ૧) શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ૈંજીઇર્ંના ગગનયાન મિશનના પ્રથમ પરીક્ષણ મિશન (્‌ફ-ડ્ઢ-૧)નું પ્રક્ષેપણ સફળ રહ્યું હતું. પરીક્ષણ મોડ્યુલ લોન્ચ થયા બાદ બંગાળની ખાડીમાં સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું.. હવે મિશનના આગળના તબક્કામાં શું થશે?.. જે જણાવીએ, ગગનયાનના ક્રૂ મોડ્યુલને પરીક્ષણ હેઠળ પ્રવાહી બળતણ પર ચાલતા સિંગલ સ્ટેજ રોકેટ સાથે અવકાશમાં મોકલવામાં આવ્યું છે. ટેકઓફના લગભગ એક મિનિટ પછી, ૧૨ થી ૧૭ કિમીની ઉંચાઈ પર મિશનને રદ કરવાનો આદેશ આપવામાં આવશે.

આ આદેશ સાથે ક્રૂ એસ્કેપ સિસ્ટમ સક્રિય થઈ જશે અને ૯૦ સેકન્ડમાં તે ક્રૂ મોડ્યુલથી અલગ થઈ જશે. આ પછી ક્રૂ મોડ્યુલ પૃથ્વી પર પાછા ફરશે. પેરાશૂટની મદદથી ક્રૂ મોડ્યુલ નિશ્ચિત કોઓર્ડિનેટ્‌સ મુજબ શ્રીહરિકોટાથી ૧૦ કિમી દૂર બંગાળની ખાડીમાં ઉતરશે. જ્યાં ભારતીય નૌકાદળની ડાઇવિંગ ટીમ અને જહાજાે અગાઉથી તૈનાત રહેશે અને ક્રૂ મોડ્યુલને પાણીમાંથી બહાર કાઢશે. લૉન્ચથી લઈને બંગાળની ખાડીમાં ક્રૂ મોડ્યુલના ઉતરાણમાં લગભગ ૯ મિનિટનો સમય લાગશે. ફ્લાઇટ દરમિયાન પરીક્ષણ વાહનની ટોચની સંબંધિત વેગ આશરે ૩૬૩ મીટર પ્રતિ સેકન્ડ સુધી પહોંચશે. ઈસરોએ અમેરિકા અને રશિયા જેવા દેશોના અનુભવ પરથી શીખ્યું છે કે માનવીય મિશનમાં ક્રૂ સેફ્ટીનું સર્વોચ્ચ મહત્વ હોવું જાેઈએ. મિશન ગગનયાનના ક્રૂ મોડ્યુલનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ, હરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/