fbpx
રાષ્ટ્રીય

હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરાયાપેટમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ શિમલાની હોસ્પિટલમાં હતા દાખલ ત્યારબાદ દિલ્હી લાવ્યા

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુને શિમલાની હોસ્પિટલમાંથી દિલ્હીની છૈંૈંસ્જીમાં રિફર કરવામાં આવ્યા છે. પેટમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ તેમને શિમલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સવારે ૧૧.૨૦ વાગ્યે એઈમ્સ પહોંચ્યા અને ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. પ્રમોદ ગર્ગના નેતૃત્વમાં ડૉક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. તબીબોની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્યમંત્રીને સ્વાદુપિંડનો રોગ છે, પરંતુ તેમની હાલત સ્થિર છે.. ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (ૈંય્સ્ઝ્રૐ)ના અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે મુખ્યમંત્રીની સ્થિતિ સ્થિર છે અને તેમના તમામ ટેસ્ટ રિપોર્ટ નોર્મલ છે. બુધવારની રાતથી જ્યારે તેને શરૂઆતમાં દાખલ કરવામાં આવ્યો હતો

ત્યારથી કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં પેટમાં ચેપ હોવાનું બહાર આવ્યું હતું. મુખ્યમંત્રીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. દર્દ વધી જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી. બુધવારે રાત્રે ડૉક્ટરોએ તેમની સંભાળ લીધી અને બીજા દિવસે તેમને દિલ્હી એઈમ્સમાં રિફર કરવાનો ર્નિણય કર્યો.. મુખ્યમંત્રીને દિલ્હી રીફર કરવા તબીબોની ટીમ પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ડોક્ટરોની સલાહ પર સીએમના શુભેચ્છકોએ તેમને એઈમ્સમાં શિફ્ટ કરવાનો ર્નિણય લીધો હતો. આ પછી, આજે તેને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.. ૈંય્સ્ઝ્રૐ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાહુલ રાવે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન સુખવિન્દર સિંહ સુખુને ત્યાંના ડૉક્ટરો દ્વારા બીજા અભિપ્રાય માટે એઈમ્સ, નવી દિલ્હી લઈ જવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાનની દેખરેખ રાખતા વરિષ્ઠ ડૉક્ટરોની ટીમનું નેતૃત્વ કરી રહેલા ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગના વડા ડૉ. બ્રિજ શર્મા પણ તેમની સાથે એઈમ્સમાં જઈ રહ્યા છે. આ સિવાય રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાએ મુખ્યમંત્રી સુખુની બિમારીના સમાચાર સાંભળ્યા બાદ તેમની તબિયત પૂછવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સ્વાસ્થ્ય મંત્રી ધની રામ શાંડિલ અને મંત્રી જગત સિંહ નેગી સહિત ઘણા નેતાઓ પણ મુખ્યમંત્રીને મળવા હોસ્પિટલ પહોંચ્યા અને તેમની હાલત પૂછી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/