fbpx
રાષ્ટ્રીય

દિલ્હીમાં માંસની દુકાન અને ધાર્મિક સ્થળ વચ્ચેનું લઘુત્તમ અંતર ૧૫૦ મીટર નક્કી કરાયું

દિલ્હીમાં ધાર્મિક સ્થળોની નજીક માંસની દુકાનો ખોલવા અંગેની નવી નીતિને મંજૂરી આપવામાં આવી છે. મંગળવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં ૫૪ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. નવી નીતિ હેઠળ, માંસની દુકાનો અને કોઈપણ ધાર્મિક સ્થળો અથવા સ્મશાનભૂમિ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું ૧૫૦ મીટર હોવું જાેઈએ.. નવી નીતિમાં ધાર્મિક સ્થળોની નજીક માંસની દુકાનો ખોલવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ માટે એક અંતર નક્કી કરવામાં આવ્યું છે, તે જ અંતરે માંસની દુકાનો ખોલી શકાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં ૫૪ દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી, જેમાં માંસની દુકાનો અંગેની નવી નીતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ધાર્મિક સ્થળોમાં મંદિરો, ગુરુદ્વારા, સ્મશાન અને કબ્રસ્તાનનો સમાવેશ થાય છે.. હકીકતમાં, મ્યુનિસિપલ કોર્પોરેશને દિલ્હીમાં માંસના વેચાણ અને તેની દુકાનોના લાયસન્સ અંગે એક નવી નીતિનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે માંસની દુકાન અને ધાર્મિક સ્થળ વચ્ચે લઘુત્તમ અંતર ઓછામાં ઓછું ૧૫૦ મીટર હોવું જાેઈએ. આ સાથે, નવી નીતિમાં એ પણ કહેવામાં આવ્યું છે કે નવી માંસની દુકાનો ખોલવા માટેના લાયસન્સ નિર્ધારિત અંતર મુજબ જ આપવામાં આવશે..

નવી નીતિમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લાયસન્સ મળ્યા બાદ જાે કોઈ ધાર્મિક સ્થળ અસ્તિત્વમાં આવશે તો મહાનગરપાલિકા માંસની દુકાન અને ધાર્મિક સ્થળ વચ્ચેના અંતરને ધ્યાનમાં લેશે નહીં. આ સાથે જાે મસ્જિદ કમિટી અથવા ઈમામ એનઓસી આપશે તો મસ્જિદની આસપાસ ડુક્કરનું માંસ સિવાય તમામ પ્રકારના માંસની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવશે.. આ સિવાય નોર્થ-ઈસ્ટ સ્ઝ્રડ્ઢમાં માંસની દુકાનોના લાયસન્સ મેળવવા માટેની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નવી દરખાસ્ત મુજબ, અગાઉના ઉત્તર, દક્ષિણ અને પૂર્વ કોર્પોરેશનોમાં માંસની દુકાનોના લાઇસન્સ મેળવવા માટે ૧૮,૦૦૦ રૂપિયા મહાનગરપાલિકાને અને રિફાઇનરી એકમો માટે ૧.૫ લાખ રૂપિયા ચૂકવવા પડશે.. બીજી તરફ માંસના વેપારીઓના સંગઠને મહાનગરપાલિકાની આ નીતિનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વેપારીઓનું કહેવું છે કે, જાે નવી નીતિ પાછી ખેંચવામાં નહીં આવે તો તેઓ તેની સામે કોર્ટમાં જશે અને મહાનગરપાલિકા સામે વિરોધ પણ કરશે. સંગઠનનું કહેવું છે કે આનાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/