fbpx
રાષ્ટ્રીય

‘સગાઈ પછી સંબંધ બાંધો’ના મહિલાના આરોપ પર કોર્ટની મહત્વની સુનાવણીનિષ્ફળ પ્રેમ સંબંધ એ રેપ કેસનો આધાર નથી : દિલ્હી હાઈકોર્ટની સુનાવણી

દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં એક સરકારી કર્મચારીને એક કેસમાં આગોતરા જામીન આપ્યા હતા જ્યાં એક મહિલાએ તેના પર લગ્નના ખોટા બહાને તેના પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. જે મુદ્દે કોર્ટે કહ્યું કે જાે પ્રેમ સંબંધ ન ચાલે તો તેને રેપનો કેસ દાખલ કરવાનો આધાર ન બનાવવો જાેઈએ. મહિલાની ફરિયાદ મુજબ, તેણે આરોપ લગાવ્યો હતો કે તે વ્યક્તિએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જાે કે, તેણીએ દાવો કર્યો કે તેમની સગાઈ પછી, પુરુષના પરિવારે દહેજની માંગ કરવાનું શરૂ કર્યું. જ્યારે તેના પરિવારે દહેજ આપવાનો ઇનકાર કર્યો, ત્યારે આરોપીએ તેની અવગણના કરવાનું શરૂ કર્યું અને તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો.

કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપી વ્યક્તિએ દલીલ કરી હતી કે મહિલાના પરિવારે તે યુવતીને બીમારી હોવાનો ખુલાસો કર્યો ન હતો અને આ અંગે યુવકને છેલ્લી ઘડીએ આ વાતની ખબર પડી. જ્યારે મહિલાએ કોઈ તબીબી સમસ્યા જાહેર કરી ન હતી અને પરિવારે તેને છુપાવી હતી, ત્યારે તેમની પાસે લગ્ન તોડવા સિવાય બીજાે કોઈ વિકલ્પ નહોતોની સામે પક્ષ તરફથી દલીલ કરવામાં આવી હતી. તેમણે એ પણ દલિલ કરી હતી કે કૈિ તેના કરિયરને નુકસાન પહોચાડવા માટે દર્જ કરાવી હતી.. કોર્ટે શું કહ્યું? જે વિષે જણાવીએ, ત્યારે આ સમગ્ર મામલે દલીલોને ધ્યાનમાં રાખીને જસ્ટિસ સુધીર કુમાર જૈને આરોપીને આગોતરા જામીન આપવાનો ર્નિણય કર્યો હતો. તેમણે કહ્યું કે હ્લૈંઇમાં લગાવવામાં આવેલા આરોપો એ દર્શાવતા નથી કે આરોપીનો મહિલા સાથે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નહોતો અને તેણે શરૂઆતથી જ લગ્નનું ખોટું વચન આપ્યું હતું.

જસ્ટિસ જૈને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કેસમાં આઈપીસીની કલમ ૩૭૬ હેઠળ બળાત્કારનો ગુનો લાગુ પડતો નથી. આ મામલે હાઈકોર્ટે એમ પણ જણાવ્યું હતુ કે મહિલાએ આરોપી સાથે ચાર મહિનાથી વધુ સમય સુધી કોઈ પણ કથિત બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો ખુલાસો કર્યો નથી. કોર્ટે તારણ કાઢ્યું કે આરોપીએ મહિલા સાથે તેની સંમતિથી શારીરિક સંબંધો બનાવ્યા કે નહીં તે પ્રશ્નપ કેસનો આધાર શું છે અને તેના માટે યોગ્ય પુરાવા શું છે? વધુમાં જસ્ટિસ જૈને સ્વીકાર્યું કે જાે અરજદારને ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવે તો તેની કારકિર્દીને નુકસાન થઈ શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/