fbpx
રાષ્ટ્રીય

‘અમે ભક્તિમાં ડૂબેલા લોકો છીએ’ : પ્રધાનમંત્રી મોદીવડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશમાં રેલીમાં જનસભાને સંબોધતા કહ્યું,”રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં ખુશી”

આ દિવસોમાં મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન અયોધ્યામાં શ્રી રામ મંદિરની ચર્ચા જાેરશોરથી ચાલી રહી છે. સતનામાં એક જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું આ દિવસોમાં જ્યાં પણ જાઉં છું ત્યાં અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણની વાતો થાય છે. તેમણે કહ્યું કે શ્રી રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં ખુશીની લહેર છે. લોકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે એક વસ્તુ જે મને હંમેશા ઉત્તેજિત કરે છે અને મને ઝડપી ગતિએ દોડવા માટે પ્રેરણા આપે છે તે છે – રામ કાજ કિન્હેં બિનુ, મોહી કહાં વિશ્રામપ હવે કોઈ અટકવાનું નથી, થાકવાનું નથી. સૌભાગ્યથી ભરેલા આ શુભ કાળમાં આ વિચાર મારા મનમાં વારંવાર આવતો રહે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું પોતે આ વિશે વિચારતો રહું છું. મેં જે સાંભળ્યું છે તે મારા કાનમાં દરેક ક્ષણે ગૂંજે છે, મને ઉત્તેજિત કરે છે અને મને ઝડપથી દોડવા માટે પ્રેરિત કરે છે, અને તે ભક્તિ છે. તેમણે કહ્યું કે અમે ભક્તિમાં ડૂબેલા લોકો છીએ. જે ભક્તિથી ભવ્ય રામ મંદિર બને છે, તે જ નિષ્ઠાથી ૪ કરોડ ઘરો બને છે… આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોંગ્રેસ પર જાેરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પૈસા ક્યાં ગયા, ૨જી કૌભાંડ, હેલિકોપ્ટર કૌભાંડમાં બધા પૈસા ગયા. કોંગ્રેસના કાળમાં વચેટિયાઓની મોજશોખનો અંત આવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આ કૌભાંડો એ વાતનું ઉદાહરણ છે કે કેવી રીતે કોંગ્રેસની સરકારોએ લોકોના અધિકારો છીનવી લીધા. તેમણે કહ્યું કે પછી અમે તમામ નકલી લાભાર્થી કૌભાંડો બંધ કરી દીધા. તેમણે કહ્યું કે કોંગ્રેસ જ્યાં પણ આવી ત્યાં વિનાશ લાવ્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મેં રાજકારણમાં ઘણી ચૂંટણીઓ જાેઈ છે પરંતુ આ વખતે મધ્યપ્રદેશની ચૂંટણી ઘણી રસપ્રદ છે. મતદાનને આડે ઘણા દિવસો બાકી છે પરંતુ તે પહેલા જ કોંગ્રેસના જુઠ્ઠાણાનો ફુગ્ગો ફૂટી ગયો છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે મધ્યપ્રદેશના વિકાસ માટે કોઈ રોડ મેપ નથી. તેમણે કહ્યું કે જાે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં સત્તામાં આવશે તો મફત રાશન બંધ થઈ જશે. લાડલી યોજના જેવી સુવિધાઓ બંધ કરવામાં આવશે. કમલનાથ અને દિગ્વિજય સિંહ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જેઓ માત્ર પોતાના પુત્રોની ચિંતા કરે છે તેઓ મધ્યપ્રદેશની ચિંતા કરી શકતા નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/