fbpx
રાષ્ટ્રીય

તમિલનાડુમાં પ્રણવ જ્વેલર્સના અનેક સ્થળો પર EDના દરોડા પડ્યા

પોન્ઝી સ્કીમ કૌભાંડમાં, કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) એ તમિલનાડુના ત્રિચીમાં પ્રખ્યાત પ્રણવ જ્વેલર્સના પરિસરમાં દરોડા પાડ્યા છે. તમને જણાવી દઈએ કે, પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સની જાહેરાત કરતા હતા. હવે માનવામાં આવી રહ્યું છે કે આ કેસમાં પ્રકાશ રાજની પણ પૂછપરછ થઈ શકે છે. ઈડ્ઢના સૂત્રોના જણાવ્યા અનુસાર, તમિલનાડુના ત્રિચીના પ્રખ્યાત પ્રણવ જ્વેલર્સમાં ઁસ્ન્છ હેઠળ સર્ચ ઓપરેશન દરમિયાન આવા ઘણા દસ્તાવેજાે મળી આવ્યા છે, જેમાં લગભગ ૨૩ લાખ ૭૦ હજાર રૂપિયાના શંકાસ્પદ લેવડદેવડની માહિતી આપવામાં આવી છે.

એટલું જ નહીં ઈડ્ઢએ સર્ચ દરમિયાન ૧૧ કિલો ૬૦ ગ્રામ સોનાના દાગીના પણ જપ્ત કર્યા છે… સમગ્ર મામલો જણાવીએ, ત્રિચી ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ દ્વારા નોંધાયેલ હ્લૈંઇ બાદ ઈડ્ઢએ પ્રણવ જ્વેલર્સ સામે ઁસ્ન્છ હેઠળ કેસ નોંધ્યો હતો. આ એફઆઈઆરમાં એવો આરોપ છે કે પ્રણવ જ્વેલર્સે લોકોને જંગી વળતર આપવાનું વચન આપીને પોન્ઝી સ્કીમ (ગોલ્ડ સ્કીમ)માં લગભગ ૧૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. પરંતુ, બાદમાં પ્રણવ જ્વેલર્સ તેના વચનથી પાછું ફર્યું અને તમિલનાડુના તમામ શોરૂમ રાતોરાત બંધ કરી દીધા. પ્રણવ જ્વેલર્સના ચેન્નાઈ, ઈરોડ, નાગરકોઈલ, મદુરાઈ, કુંભકોનમ અને પુડુચેરી જેવા શહેરોમાં મોટા શોરૂમ હતા, જ્યાં લોકોએ આ ગોલ્ડ સ્કીમમાં ૧ લાખથી ૧ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું,

પરંતુ બાદમાં બધા સાથે છેતરપિંડી થઈ હતી… ચંદ્રયાન-૩ પર તેમની વાંધાજનક ટિપ્પણી અને અગાઉના નિવેદનો માટે વિવાદોમાં રહેલા પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર હતા. તે આ જ્વેલર્સ કંપનીની જાહેરાતનો ચહેરો રહ્યો છે. પરંતુ, પ્રણવ જ્વેલર્સની કાર્યવાહી જાહેર થતાં જ તેણે મૌન જાળવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આવી સ્થિતિમાં તે પણ હવે તપાસ એજન્સીના રડાર પર છે, ઈડ્ઢ ટૂંક સમયમાં તેને આ મામલામાં સમન્સ આપીને પૂછપરછ માટે બોલાવી શકે છે. પ્રણવ જ્વેલર્સે અનેક શેલ કંપનીઓ દ્વારા ગોલ્ડ સ્કીમ દ્વારા જનતા પાસેથી એકત્ર કરાયેલા ૧૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જેની માહિતી ઈડ્ઢના હાથમાં આવી છે. ઈડ્ઢ અનુસાર, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પ્રણવ જ્વેલર્સ અને તેની સાથે સંકળાયેલા લોકોએ છેતરપિંડીથી મેળવેલા પૈસાને અન્ય શેલ કંપનીમાં ડાયવર્ટ કર્યા, ત્યારબાદ બુધવારે પ્રણવ જ્વેલર્સના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/