fbpx
રાષ્ટ્રીય

ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાને ૧૪ દિવસ, શુક્રવારે ફરીથી ડ્રિલિંગ કામ બંધ થયું


ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલ દુર્ઘટનામાં ફસાયેલા ૪૧ મજૂરોને બચાવવાની કામગીરી હજુ પૂર્ણ થઈ નથી. શનિવાર (૨૫ નવેમ્બર) રેસ્ક્યુનો ૧૪મો દિવસ છે. રેસ્ક્યુ ઓપરેશન માટેના છેલ્લા તબક્કાના ડ્રિલિંગનું કામ ફરી એકવાર અવરોધના કારણે અટકાવવું પડ્યું હતું. ખાનગી ન્યુઝ રિપોર્ટ અનુસાર શુક્રવાર (૨૪ નવેમ્બર) રાત્રે ૪૭ મીટર દૂર ડ્રિલિંગનું કામ રોકવું પડ્યું હતું. ટનલમાં નવમી પાઇપ ડ્રિલ કરવામાં આવી રહી છે.. દ્ગૐૈંડ્ઢઝ્રન્ના જનરલ મેનેજર કર્નલ દીપક પાટીલે જણાવ્યું હતું કે મશીનની સામે લોખંડની વસ્તુઓ વારંવાર આવવાને કારણે કામ પર અસર પડી રહી છે. અત્યાર સુધી ૪૭ મીટર સુધી ડ્રિલિંગ કરવામાં આવ્યું છે.

લગભગ દસ મીટર વધુ ડ્રિલિંગ બાકી છે. સૂત્રોએ જણાવ્યું છે કે આજે શનિવારે ફરી એકવાર પાઇપના માર્ગમાં આવતી લોખંડની જાળી કાપીને દૂર કરી ફરીથી ડ્રિલિંગ શરૂ કરવામાં આવશે. ઓગર મશીન કે જેની સાથે ડ્રિલિંગ કરવામાં આવે છે તે એક કલાકમાં લગભગ ૨ મીટર ડ્રિલ કરે છે. આથી આજે પણ બચાવ કામગીરી ક્યારે પુરી થશે તેની સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી..બીજી તરફ સીએમ પુષ્કર સિંહ ધામી ઘટનાસ્થળે જ હાજર છે. તેમણે અહીં પોતાનો અસ્થાયી કેમ્પ બનાવ્યો છે, જ્યાંથી તે અન્ય કામ કરી રહ્યા છે અને બચાવ કામગીરી પર પણ નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ પડકારજનક અને જાેખમી બચાવ કામગીરી છે. ટીમો સંપૂર્ણ કાર્યક્ષમતા અને ક્ષમતા સાથે આ બચાવ કામગીરીમાં લાગેલી છે. રાહત અને બચાવ કામગીરી પર વડાપ્રધાન કાર્યાલય (ઁસ્ર્ં)થી સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે.

પીએમ મોદી દરરોજ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને ફોન કરી રહ્યા છે અને અભિયાન અંગે અપડેટ્‌સ મેળવી રહ્યા છે. તેમણે વધુ સારી તબીબી સારવાર કરવા અને કામદારો જ્યારે તેઓ નીકળે ત્યારે તેમના ઘરે જઈ શકે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી છે.. તમને જણાવી દઈએ કે દિવાળીની સવારે એટલે કે ૧૨મી નવેમ્બરે નિર્માણાધીન સુરંગ તૂટી પડતાં ૪૧ મજૂરો ફસાઈ ગયા હતા. તેમને બચાવવા માટે, તેમની પાસે ૮૦ સેમી વ્યાસની પાઇપ લાવવામાં આવી છે, જેમાં એક રોલિંગ સ્ટ્રેચર મૂકવામાં આવશે, તેના પર કામદારોને સૂવા માટે બનાવવામાં આવશે અને બહાર ખેંચવામાં આવશે. તેમને નીકાળવાની કામગીરીમાં રોકાયેલા દ્ગડ્ઢઇહ્લના જવાનોએ રિહર્સલ કર્યું છે, પરંતુ છેલ્લી પાઇપ નાખવાના માર્ગમાં વારંવાર આવતા અવરોધોને કારણે ડ્રિલિંગ અટકાવવી પડી છે. ઘટનાના દિવસથી, પાઇપલાઇન દ્વારા અંદર ફસાયેલા કામદારોને ખોરાક પહોંચાડવામાં આવી રહ્યો છે. તમામ કામદારો સ્વસ્થ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/