fbpx
રાષ્ટ્રીય

સરકાર સોનાના રોકાણકારોને ૨.૨૮ ગણો નફો આપશે, ૩૦ નવેમ્બરથી સોનું વેચવાની તક મળશે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સોવરિન ગોલ્ડ બોન્ડની પ્રથમ શ્રેણીની અંતિમ રિડેમ્પશન પ્રાઇસ એટલેકે એ કિંમત જેના પર રોકાણકાર તેમના એસજીબી યુનિટ્‌સ વેચી શકશે તે રકમની જાહેરાત કરી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ ૨૦૧૫ ની પ્રથમ શ્રેણીનું રિડેમ્પશન નવેમ્બર ૩૦ ૨૦૨૩ ના રોજ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. પ્રથમ સોવરિન ગોલ્ડ બોન્ડ ૩૦ નવેમ્બર ૨૦૧૫ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. હવે આ બોન્ડ ૮ વર્ષ પછી ચૂકવવાના છે.

રિઝર્વ બેંકે સોવરેન ગોલ્ડ બોન્ડના દરેક યુનિટની અંતિમ રિડેમ્પશન રૂપિયા ૬૧૩૨ નક્કી કરી છે.. સોવરિન ગોલ્ડ બોન્ડ (જીય્મ્) ૨૦૧૫- ૧લી સિરીઝની ઇશ્યૂ કિંમત રૂ. ૨૬૮૪ પ્રતિ ગ્રામ હતી. સોવરિન ગોલ્ડ બોન્ડની પ્રથમ શ્રેણીની ઇશ્યૂ કિંમત વર્તમાન કિંમત કરતાં અડધા કરતાં ઓછી છે. અંતિમ વિમોચન કિંમત ૨૦-૨૪ નવેમ્બર ૨૦૨૩ ના સપ્તાહ માટે બંધ સોનાના ભાવની સરળ સરેરાશના આધારે નક્કી કરવામાં આવી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ ૨૦૧૫ની પ્રથમ શ્રેણી ૩૦ નવેમ્બર ૨૦૨૩ના રોજ પરિપક્વ થઈ રહી છે.. સોવરિન ગોલ્ડ બોન્ડની પ્રથમ શ્રેણી ૫ નવેમ્બર ૨૦૧૫ના રોજ લોન્ચ કરવામાં આવી હતી અને તેનું સબસ્ક્રિપ્શન ૨૦ નવેમ્બર ૨૦૧૫ સુધી ખુલ્લું હતું.

તે ૩૦ નવેમ્બર ૨૦૧૫ ના રોજ ઈશ્યુ કરવામાં આવી હતી. આ રીતે તમે સમજી શકો છો કે તમે સોવરિન ગોલ્ડ બોન્ડ (જીય્મ્) ૨૦૧૫- પ્રથમ શ્રેણીમાં તમારા રોકાણ પર કેટલો નફો મેળવ્યો છે. જાે કોઈ રોકાણકારે સોવરિન ગોલ્ડ બોન્ડની પ્રથમ શ્રેણીમાં ૩૫ ગ્રામ સોનું લીધું હોય તો રોકાણની રકમ રૂ. ૯૩,૯૪૦ થશે કારણ કે પ્રથમ શ્રેણીની ઇશ્યૂ કિંમત રૂ. ૨૬૮૪ પ્રતિ ગ્રામ હતી.. તે જ સમયે ૬૧૩૨ રૂપિયા પ્રતિ ગ્રામના રિડેમ્પશન ભાવ પર રોકાણકારને કુલ ૨૧૪૬૨૦ રૂપિયા મળશે. જાે સોવરિન ગોલ્ડ બોન્ડ પર મળેલા વ્યાજને સામેલ કર્યા વિના ગણતરી કરવામાં આવે તો રોકાણકારોને ૧૨૮.૫ ટકા વળતર મળશે. તે જ સમયે ઝ્રછય્ઇ અનુસાર તે ૧૦.૮ ટકા રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દર નાણાકીય વર્ષમાં સોવરિન ગોલ્ડ બોન્ડ સિરીઝના ઈશ્યુની જાહેરાત કરે છે. હાલમાં કોઈપણ રોકાણકાર નાણાકીય વર્ષમાં ૪ કિલો સુધીનું રોકાણ કરી શકે છે. સોવરિન ગોલ્ડ બોન્ડમાં ન્યૂનતમ રોકાણ ૧ ગ્રામ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/