fbpx
રાષ્ટ્રીય

વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ભારત

ભારતની અર્થવ્યવસ્થા ૨૦૨૩ અને ૨૦૨૪માં ૬.૩ ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું ૈંસ્હ્લનું અનુમાનભારતના જીડીપી ગ્રોથ અને ગ્લોબલ ઈકોનોમી અંગે પ્રધાનમંત્રીએ આગાઉ આપી ચુક્યા છે ગેરંટીભારતના જીડીપી ગ્રોથ અને ગ્લોબલ ઈકોનોમી અંગે પ્રધાનમંત્રી મોદી આગાઉથી જ મોટી ગેરંટી આપી ચુક્યા છે. પીએમ મોદીએ કહ્યું છેકે, હું ત્રીજીવાર ભારતના પ્રધાનમંત્રી તરીકે સેવા આપતો હોઈશ ત્યારે ભારત ચોક્કસ દુનિયાની ત્રીજી સૌથી મોટી ઈકોનોમીમાં સ્થાન પામી ચુક્યું હશે. અને આ મોદીની ગેરંટી છે. જાે પીએમ મોદીની આ ગેરંટી સાચી પડી તો અમેરિકાવાળા પણ આપણે ત્યાં નોકરી કરતા જાેવા મળશે. હાલ ભારત જીડીપીમાં જે રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે એ જાેતા પીએમ મોદીની ગેરંટી સાચી ઠરશે તેવું અનુમાન પણ અર્થશાસ્ત્રીઓ લગાવી રહ્યાં છે..

ય્ડ્ઢઁ એટલે શું?.. જે જણાવીએ, જીડીપી એેટલે કોઈપણ દેશના અર્થતંત્રનું મહત્ત્વનું પરિબળ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) એ ચોક્કસ સમયગાળા દરમિયાન દેશમાં માલસામાન અને સેવાઓના ઉત્પાદન દ્વારા બનાવવામાં આવેલ મૂલ્ય ઉમેરવાનું પ્રમાણભૂત માપ છે. જેમ કે, તે ઉત્પાદનમાંથી મળેલી આવક અથવા અંતિમ માલ અને સેવાઓ (ઓછી આયાત) પર ખર્ચવામાં આવેલી કુલ રકમને પણ માપે છે.. ઉલ્લેખનીય છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આર્થિક સ્તરે એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આ મહિને ભારતની અર્થવ્યવસ્થાએ રેકોર્ડ બનાવ્યો હતો. આઝાદી પછી, ભારતનો જીડીપી પ્રથમ વખત ૪ ટ્રિલિયન ડોલરને પાર કરી ગયો છે. ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં પણ આ એક સીમાચિહ્નરૂપ છે..

પીએમ મોદીના નેતૃત્વમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની જીડીપી સતત વધી રહી છે. ભારતની જીડીપી ૨૦૨૧માં ઇં૩.૨ ટ્રિલિયન હતી, તે ૨૦૨૨માં વધીને ઇં૩.૬ ટ્રિલિયન થઈ જશે અને ૨૦૨૩માં વધીને ઇં૪ ટ્રિલિયન થઈ જશે. હવે ભારત ૪.૪ ટ્રિલિયન ડોલર સાથે જાપાન અને ૪.૩ ટ્રિલિયન ડોલર સાથે જર્મનીને પાછળ છોડીને વૈશ્વિક જીડીપીની દ્રષ્ટિએ ત્રીજાે સૌથી મોટો દેશ બનવા માટે તૈયાર છે.. ૧૮ નવેમ્બર, ૨૦૨૩ ના રોજ, લગભગ ૧૦ઃ૩૦ વાગ્યે, ભારતના જીડીપીનું કદ પ્રથમ વખત ૪ ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું. હવે આ સાથે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. ચોથા ક્રમના જર્મની અને ભારતની જીડીપી વચ્ચેનો તફાવત હવે ઘણો ઓછો છે.. અત્યારે અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અમેરિકાની અર્થવ્યવસ્થાનું વર્તમાન કદ ઇં૨૬.૭ ટ્રિલિયન છે. તે પછી, ચીન ૧૯.૨૪ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે બીજા સ્થાને છે. જાપાન ૪.૩૯ ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે જર્મની ૪.૨૮ ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે ચોથા સ્થાને છે..

ભારતે અગાઉ ૨૦૨૨માં બ્રિટન અને ફ્રાંસને પાછળ છોડી દીધું હતું અને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની હતી. જાે આપણે અત્યારે ભારતના આર્થિક વિકાસ દર પર નજર કરીએ તો, તે અન્ય કોઈપણ મોટા અર્થતંત્રની તુલનામાં સૌથી વધુ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસ દર ૭.૮ ટકા હતો. તે પહેલા, ગત નાણાકીય વર્ષ દરમિયાન, ભારતની અર્થવ્યવસ્થા ૭.૨ ટકાના દરે વૃદ્ધિ પામી હતી.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દેશને ૫ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે. સરકારના લક્ષ્ય તરફ આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે તાજેતરમાં કહ્યું હતું કે ૨૦૨૭ સુધીમાં ભારત જાપાન અને જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે એટલું જ નહીં, પરંતુ ભારતની જીડીપીનું કદ ઇં૫ ટ્રિલિયનને વટાવી જશે.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ આવા અંદાજાે આપ્યા છે.. રિઝર્વ બેંકના અનુમાન મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૫ ટકા રહેવાનો છે. ભારતની અર્થવ્યવસ્થા બીજા ક્વાર્ટરમાં ૬.૫ ટકાના દરે, ત્રીજા ક્વાર્ટરમાં ૬ ટકાના દરે અને ચોથા ક્વાર્ટરમાં ૫.૭ ટકાના દરે વૃદ્ધિ પામશે. જ્યારે ૈંસ્હ્લનું અનુમાન છે કે ભારતની અર્થવ્યવસ્થા ૨૦૨૩ અને ૨૦૨૪માં ૬.૩ ટકાના દરે વૃદ્ધિ પામશે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આવનારા દિવસોમાં પણ ભારત સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા બની રહેવાનું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/