fbpx
રાષ્ટ્રીય

‘સનાતન ધર્મ’ પર મંત્રીના વિવાદાસ્પદ નિવેદન સામે અવમાનની અરજી પર કોર્ટની ટિપ્પણીવ્યક્તિગત મામલામાં પડવાનું શરૂ કરશે, તો તે મુખ્ય કેસ પર કામ જ નહીં કરી શકે : સુપ્રીમકોર્ટ

સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે, તે ‘સનાતન ધર્મ’ પર તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદન સામે અવમાનના પગલાંની માગ કરતી અરજી પર વિચાર કરશે નહીં. જસ્ટિસ સંજીવ ખન્ના અને એસ.વી.એન. ભટ્ટીની ખંડપીઠે કહ્યું કે, ‘જાે અમે આવી અરજીઓ પર વિચાર કરવાનું શરૂ કરીશું, તો અરજીઓનો ઢગલો થશે. અમે અંગત બાબતોમાં નહીં જઈએ.’ ખંડપીઠે કહ્યું કે, જાે તે વ્યક્તિગત કેસોમાં પડવાનું શરૂ કરે છે,

તો તે મુખ્ય કેસ પર કામ કરી શકશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે,”દેશભરમાં વ્યક્તિગત કેસોની સુનાવણી કરવી ‘અશક્ય’ હશે”.. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે, ‘અમે વ્યક્તિગત પાસાઓ સાથે વ્યવહાર કરી શકતા નથી. આપણે શું કરી શકીએ છીએ તે છે વહીવટી તંત્રની સ્થાપના. જાે કોઈ ઉલ્લંઘન થાય, તો તમારે સંબંધિત હાઈકોર્ટનો સંપર્ક કરવો પડશે.

સપ્ટેમ્બરમાં જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને બેલા એમ. ત્રિવેદીની બેન્ચે સ્ટાલિન જુનિયર અને ‘સનાતન ધર્મ ઉમ્મુલિન સંમેલન’ના આયોજકો સામે એફઆઈઆર નોંધવાના નિર્દેશોની માગ કરતી અરજી પર નોટિસ જાહેર કરી હતી. આ વર્ષે એપ્રિલમાં સર્વોચ્ચ અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બંધારણ ભારતને એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે પરિકલ્પના કરે છે અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અપ્રિય ભાષણના કેસમાં કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/