fbpx
રાષ્ટ્રીય

સંસદના શિયાળુ સત્ર પહેલા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક યોજી૧૭મી લોકસભાના છેલ્લા સત્રમાં ૧૯ બિલ રજૂ કરવામાં આવશેબ્રિટિશ યુગના કાયદા બદલાશે, સંસદ સત્રમાં ૧૯ બિલ રજૂ થશે

સંસદના શિયાળુ સત્ર પહેલા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક યોજી છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જાેશીના નેતૃત્વમાં આ બેઠક યોજાઈ હતી. તેમણે તમામ પક્ષોના પ્રતિનિધિઓ સાથે સત્રના સુચારૂ સંચાલન અને સત્રના તમામ એજન્ડા અંગે ચર્ચા કરી હતી. શિયાળુ સત્ર દરમિયાન ૧૫ બેઠકો થશે અને સત્ર ૪ થી ૨૨ ડિસેમ્બર સુધી ચાલશે. સંસદમાં કુલ ૩૭ બિલ પેન્ડિંગ છે, જેમાંથી ૧૯ બિલ આ સત્રમાં રજૂ કરવાના છે. સંસદમાં પેન્ડિંગ ૩૭ બિલોમાંથી ૧૨ બિલો પર વિચાર કરીને પાસ થવાનો છે.

આ સિવાય ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહીની સંહિતા અને પુરાવા અધિનિયમને ત્રણ બિલ રજૂ કરવામાં આવનાર છે, જે સંસ્થાનવાદી યુગના ફોજદારી કાયદાઓનું સ્થાન લેશે. આ ત્રણ બિલો પ્રસ્તાવિત છે.. કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશીએ વિપક્ષી દળોને સત્રને સુચારૂ રીતે ચલાવવા માટે વિચારણા કરવા જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકાર સંસદમાં તેની સફળતા અંગે પણ ચર્ચા કરશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશીએ કહ્યું કે આ સત્રમાં ૧૯ બિલ રજૂ કરવાની યોજના છે. તેમણે કહ્યું કે ૧૭મી લોકસભાનું આ છેલ્લું સત્ર હશે, જ્યાં છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારના કામ પર ચર્ચા કરવામાં આવશે. લોકસભા સચિવાલય દ્વારા જારી કરાયેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે

કે સરકાર એક બિલ રજૂ કરી શકે છે જે જમ્મુ અને કાશ્મીર અને પુડુચેરીમાં મહિલાઓના ક્વોટાને વધારવાની જાેગવાઈ કરશે.. સંસદના શિયાળુ સત્રમાં જે બિલો પર ચર્ચા થવાની છે જે બિલો વિષે જણાવીએ, ભારતીય ન્યાયિક સંહિતા, ૨૦૨૩ એ લોકસભામાં રજૂ કરાયેલ એક પ્રસ્તાવિત બિલ છે. જાે આ બિલ પસાર થશે, તો તે વર્તમાન ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦નું સ્થાન લેશે – ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ નો ઉદ્દેશ્ય ફોજદારી કાર્યવાહી સંહિતા, ૧૯૭૩ ને બદલવાનો છે – ભારતીય પુરાવા અધિનિયમ, ૧૮૭૨ ને રદ કરવા અને બદલવા માટે ૧૧ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ લોકસભામાં ભારતીય પુરાવા બિલ રજૂ કરવામાં આવ્યું હતું – મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાની શરતો અને કાર્યાલયની અવધિ) બિલ, ૨૦૨૩ – જમ્મુ અને કાશ્મીર – પુનર્ગઠન (સુધારા) બિલ, ૨૦૨૩ (જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં મહિલાઓ માટે કુલ બેઠકોના ૧/૩ અનામત આપવા માટે) – સેન્ટ્રલ યુનિવર્સિટીઝ (સુધારા) બિલ, ૨૦૨૩ (તેલંગાણામાં) – પોસ્ટ ઓફિસ બિલ, ૨૦૨૩ – રદબાતલ અને સુધારો બિલ, ૨૦૨૩.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/