fbpx
રાષ્ટ્રીય

૧૭મી લોકસભાનું છેલ્લું શિયાળુ સત્ર આજથી શરૂ, ૨૨ ડિસેમ્બર સુધી ચાલશે સત્રસંસદનું શિયાળુ સત્ર શરૂ થતા

પહેલા વડાપ્રધાન મોદીએ ૪ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને પ્રોત્સાહક ગણાવીસત્ર શરૂ થતા પહેલા વડાપ્રધાન મોદીએ વિપક્ષને વિનંતી છે કે,”નકારાત્મકતા છોડીને સકારાત્મકતા સાથે ગૃહમાં આવે અને ગૃહની કાર્યવાહી સરળતાથી ચાલવા દે..” સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ સંકુલમાં મીડિયા સાથે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ઠંડી ભલે મોડી પડી હોય અને ધીરે ધીરે આવી રહી હોય, પરંતુ રાજકીય ગરમી ઝડપથી વધી રહી છે. પીએમે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીને પ્રોત્સાહક ગણાવી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આખા દેશે નકારાત્મકતાને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેથી, તેઓ વિપક્ષને વિનંતી કરે છે કે તેઓ નકારાત્મકતા છોડીને સકારાત્મકતા સાથે ગૃહમાં આવે અને ગૃહની કાર્યવાહી સરળતાથી ચાલવા દે.

વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીતથી ઉત્સાહિત ઁસ્ એ કહ્યું કે તેઓ સંસદ પહેલા વિપક્ષી નેતાઓ સાથે વાત કરે છે, આ વખતે પણ આવું થયું છે. પીએમએ કહ્યું કે લોકશાહીનું આ મંદિર લોકોની આકાંક્ષાઓ અને વિકસિત ભારત બનાવવાનું પ્લેટફોર્મ છે. આવી સ્થિતિમાં બધા તૈયાર થઈને અહીં આવ્યા અને સારા સૂચનો આપ્યા. પીએમે કહ્યું કે વિપક્ષમાં બેઠેલા સાથીદારો માટે આ એક સુવર્ણ તક છે, આવી સ્થિતિમાં હાર પર પોતાનો ગુસ્સો બહાર કાઢવાને બદલે તેઓએ તેમાંથી કંઈક શીખવું જાેઈએ. પીએમએ કહ્યું કે બહારનો ગુસ્સો અંદરથી બહાર કાઢવો જાેઈએ નહીં.

ઘર. લોકસભામાં ભાજપના સાંસદોએ પીએમ મોદીના સમર્થનમાં નારા લગાવ્યા હતા. વડાપ્રધાન ગૃહમાં પ્રવેશ્યા બાદ ભાજપના સભ્યો અને કેટલાક મંત્રીઓ પોતપોતાની જગ્યાએ ઉભા રહીને વારંવાર મોદી સરકાર, ત્રીજી વખત મોદી સરકાર, એક ગેરંટી, મોદી કી ગેરંટી જેવા નારા લગાવવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે ૧૭મી લોકસભાનું છેલ્લું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે જે ૨૨ ડિસેમ્બર સુધી ચાલશે. સરકાર આ સત્રમાં ૨૧ મહત્વપૂર્ણ બિલ રજૂ કરશે. જાે કે આ સમયગાળા દરમિયાન ગૃહમાં હંગામો થવાની પુરી શક્યતાઓ છે. કારણ કે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની હકાલપટ્ટીની ભલામણ કરતી એથિક્સ કમિટિનો રિપોર્ટ નીચલા ગૃહમાં રજૂ કરવામાં આવશે. જેના કારણે ટીએમસી અને અન્ય વિપક્ષી પાર્ટીઓ અને ભાજપ વચ્ચે હોબાળો થઈ શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/