fbpx
રાષ્ટ્રીય

આધ્રાંપ્રદેશ અને તમિલનાડુમાં મિચોંગ વાવાઝોડાનો કહેર

ચક્રવાતી વાવાઝોડું મિચોંગ મંગળવારે બપોરે ૧ વાગ્યે આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કર્યું હતું. અહીંના ૮ રાજ્યોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યા પર પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ વાવાઝોડાએ આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ભારે તબાહી મચાવી છે. આંધ્રપ્રદેશના ૮ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, નેલ્લોરમાં સૌથી વધુ તબાહી જાેવા મળી છે. આ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં મોટા વૃક્ષો ધરાશાયી થયા હોવાનું જાણવા મળ્યું છે.

આંધ્રપ્રદેશમાં લગભગ ૩ કલાક સુધી તોફાનની અસર જાેવા મળી હતી. આંધ્રપ્રદેશ પર આ ત્રણ કલાક કેટલા ભારે હતા તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. હવે વાત કરીએ આ વાવાઝોડાના આગમન પહેલા સર્જાયેલી પૂરની કટોકટી, જેણે એરપોર્ટથી લઈને રહેણાંક વિસ્તારો સુધી બધું જ પાણીમાં ડૂબી ગયું હતું. ચેન્નાઈની ઘણી કોલોનીઓમાં કલાકો સુધી પાણી ભરાઈ ગયા હતા. પોશ વિસ્તારમાં લોકો હોડીમાં મુસાફરી કરી રહ્યા હતા.

તમિલનાડુના ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ અને તિરુવલ્લુર જિલ્લામાં પણ મંગળવારે જાહેર રજા જાહેર કરવામાં આવી હતી. કોર્પોરેશન કચેરીઓ, બેંકો અને નાણાકીય સંસ્થાઓ અહીં બંધ રહી હતી. તમામ શાળાઓ, કોલેજાે, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓ પણ બંધ રાખવામાં આવી હતી. રવિવારથી અત્યાર સુધીમાં ૯ લોકોના મોત થયા છે. ચેન્નાઈ એરપોર્ટ ૧૬ કલાક સુધી પાણી ભરાઈ જવાને કારણે બંધ રહ્યું હતું. ૧૬ કલાક પછી ફ્લાઈટ ઓપરેશન શરૂ થઈ શકે છે. રનવે પર પાણી ભરાઈ જવાને કારણે ૭૦ ફ્લાઈટ્‌સ કેન્સલ કરવી પડી હતી. ૩૦ ફ્લાઈટને બેંગલુરુ ડાયવર્ટ કરવામાં આવી હતી. તેમજ લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડવા એરફોર્સની મદદ લેવામાં આવી હતી. વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટ્‌સ અને રાશન છોડવામાં આવ્યા હતા જેથી લોકોને ભોજન મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/