fbpx
રાષ્ટ્રીય

છમ્ફઁનું ચાર દિવસીય રાષ્ટ્રીય અધિવેશન

૮૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ એકસાથે વંદે માતરમ્‌ સામૂહિક ગાયન કરશે

દિલ્હીમાં આયોજિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (છમ્ફઁ)નું ચાર દિવસીય ૬૯મું રાષ્ટ્રીય અધિવેશન ૭ ડિસેમ્બરથી દિલ્હીના ડ્ઢડ્ઢછ ગ્રાઉન્ડ બુરારી ખાતે શરૂ થવાનું છે. મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લાથી ૨૮ નવેમ્બરે શરૂ થયેલી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ‘હિંદવી સ્વરાજ્ય યાત્રા’ બે હજાર કિલોમીટરનું અંતર કાપીને ગુરુવારે સવારે દિલ્હી પહોંચવાની છે. ગુરુવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સંમેલન સ્થળ પર સ્થિત દત્તાજી ડીડોલકર પ્રદર્શનનું ઉદ્‌ઘાટન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રોફેસર રાજકુમાર ભાટિયા અને શિલ્પકાર નરેશ કુમાવતના હસ્તે કરવામાં આવશે. ગુરુવારે એટલે કે ૦૭ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન ૮,૫૦૦ વિદ્યાર્થીઓ સામૂહિક રીતે વંદે માતરમ ગાશે. આ દરમિયાન ૧૫૦ જેટલા દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ ત્રિરંગાના આકારમાં આ જૂથનું નેતૃત્વ કરવાના છે. વંદે માતરમના સામૂહિક ગાયનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ વિવિધ રાજ્યોનું નેતૃત્વ કરશે..

વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સંમેલન સ્થળે ભારતીય સંસ્કૃતિના સુંદર પ્રતિકોને પણ સમાવવામાં આવ્યા છે. સંમેલન સ્થળ પરના ટેન્ટ સિટીને કુલ ૧૨ શહેરોમાં ભાગ પાડવામાં આવ્યા છે. તેઓનું નામ સંત જ્ઞાનેશ્વર, અહિલ્યા બાઈ હોલકર, લાચિત બરફુકન, ભગવાન બિરસા મુંડા, મદન મોહન માલવિયા, ગુરુ તેગબહાદુર, સુબ્રમણ્યમ ભારતી, મહારાણા પ્રતાપ, ગુરુ નાનક દેવ, ભગવાન વિશ્વકર્મા, રાણી દુર્ગાવતી, રાણી લક્ષ્મીબાઈ, રાણી મા ગૈદીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ સાથે વિદ્યાર્થી પરિષદ સંમેલન માટે ઉભી કરાયેલા ટેન્ટ સિટીમાં ભારતના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ વિવિધ માધ્યમો દ્વારા જાેવા મળવાનું છે. રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ માટે આજે ડીડીએ ગ્રાઉન્ડમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજાશે તેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મંત્રી હુશિયાર મીણા, રાષ્ટ્રીય મીડિયા સંયોજક આશુતોષ સિંહ, દિલ્હી રાજ્ય એકમના રાજ્ય મંત્રી હર્ષ અત્રી અને દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના સચિવ અપરાજિતા હાજર રહેશે. એબીવીપીના રાષ્ટ્રીય મંત્રી હુશિયાર સિંહ મીનાએ જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય સંમેલનમાં ભારતના ગૌરવશાળી ઈતિહાસ અને અનોખા વારસાની ઝલક જાેવા મળશે. આ ઈવેન્ટ શિક્ષણ, સંસ્કૃતિ અને પર્યાવરણને લગતા વિવિધ પાસાઓને ઉજાગર કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/