fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં કરાચીમાં હંજલા અદનાનને ઘરની બહાર અજાણ્યા શખ્શે ગોળી મારીને હત્યા કરી

ભારતના વધુ એક દુશ્મનનો પાકિસ્તાનમાં ખાત્મો બોલાયો છે. જમ્મુ કાશ્મીરમાં ૨૦૧૫ અને ૨૦૧૬ના વર્ષમાં થયેલા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ ગણાતા હંજલા અદનાનની અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી છે. પાકિસ્તાનના કરાચીમાં હંજલા અદનાનના ઘરની નજીક જ હત્યા કરવામાં આવી હતી. હંજલા અદનાન લશ્કર તૈયબાના વરિષ્ઠ કમાન્ડર ગણાતો હતો. તે હાફિઝ સઈદના નજીકના માનવામાં આવતો હતો. હંજલા અદનાનને ગત ૩ ડિસેમ્બરની રાત્રે અજાણ્યા બંદૂકધારીઓએ નિશાન બનાવ્યો હતો. હંજલા અદનાનને કુલ ચાર ગોળી વાગી હતી. અદનાનને તેના ઘરની બહાર જ ગોળીએ ઘરબી દેવામાં આવ્યો હતો. ગોળીઓથી ઘાયલ થયા બાદ, હંજલા અદનાનને સારવાર અર્થે કરાચીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. હંજલા અદનાનની હત્યાને લશ્કર-એ-તૈયબા અને હાફિઝ સઈદ માટે મોટો ફટકો ગણવામાં આવી રહ્યો છે. આ હત્યા પાછળ કોનો હાથ છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. હંજલા અદનાન જમ્મુના ઉધમપુરમાં બીએસએફના કાફલા પર ૨૦૧૫માં થયેલા હુમલા માટે કાવતરું ઘડનાર હતો. આ હુમલામાં ૨ જવાન શહીદ થયા હતા અને ૧૩ જવાનો ઘાયલ થયા હતા..

હંજલા અદનાનને ૨૦૧૬માં પમ્પોરમાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલા પાછળ પણ માસ્ટરમાઇન્ડ માનવામાં આવતો હતો. પમ્પોરમાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલા ૮ જવાનો શહીદ થયા હતા. હંજલાએ પાકિસ્તાનમાં બેસીને બન્ને હુમલાની યોજના બનાવી હતી. એવું માનવામાં આવતું હતું કે હંજલા અદનાન લશ્કર એ તૈયબાના ચીફ હાફિઝ સઈદ સાથે મળીને, ભારતમાં હુમલાની યોજના બનાવી રહ્યો હતો. હંજાલા સતત આતંકવાદી ગતિવિધિઓમાં વ્યસ્ત હતો. તેના પર પીઓકેમાં આતંકી કેમ્પ ચલાવવાનો પણ આરોપ છે. તાજેતરના ભૂતકાળમાં, પાકિસ્તાનમાં લશ્કર અને અન્ય આતંકવાદી સંગઠન સાથે નજીકથી સંકળાયેલા લોકો પર એક પછી એક થતા હુમલામાં મોત થઈ રહ્યાં છે. અજાણ્યા લોકો દ્વારા કરાયેલા હુમલામાં આતંકી સંગઠનોના ઘણા વરિષ્ઠ કમાન્ડર માર્યા ગયા છે. હજુ એક દિવસ પહેલા જ એ વાત સામે આવી હતી કે ૨૬/૧૧ના મુંબઈ હુમલાના પ્લાનિંગમાં સામેલ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને પાકિસ્તાનની કોટ લખપતની જેલમાં ઝેર આપવામાં આવ્યું હતું. સાજિદ મીરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સાજિદ મીર હાલમાં વેન્ટિલેટર પર હોવાનું સામે આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/