fbpx
રાષ્ટ્રીય

તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરને યશોદા હોસ્પિટલમાં દાખલ કરાયાસીએમ કેસીઆર બાથરૂમમાં લપસવાથી ઈજા થઈ હતી, પરંતુ તબિયત હાલમાં સ્થિર

તેલંગણાના પૂર્વ સીએમ કેસીઆરને યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બાથરુમમાં લપસી જવાથી ઈજા થઈ છે. કે,કેસીઆરની તબિયત હાલમાં સ્થિર છે અને આજે ડોક્ટર કેસીઆરનું હેલ્થ બુલેટિન આપી શકે છે.કેસીઆરની પુત્રીએ ટિ્‌વટ કરીને આ સમગ્ર માહિતી આપી છે. કેસીઆર ૩ ડિસેમ્બરથી તેમના ફાર્મ હાઉસમાં રહે છે. તેલંગાણા વિધાનસભાની ચૂંટણી અને કોંગ્રેસના હાથે હાર થયા બાદ તરત જ સરકારી ઈમારત છોડી દીધી હતી. ત્યારથી તે ફાર્મ હાઉસમાં રહે છે.. છેલ્લા બે-ત્રણ દિવસથી તે પોતાના ઘરે બધાને મળી રહ્યા છે.

જીત બાદ બીઆરએસના ઘણા ધારાસભ્યો તેમને મળવા આવ્યા હતા. કેસીઆરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન બાહર પાડવામાં આવ્યું છે. તેમાં જણાવાઈ રહ્યું છે કે તેમના કમરના નીચેના ભાગે ફેક્ચર થયુ છે જેમાં મેડિકલ ટ્રિટમેન્ટથી સર્જરી કરવામાં આવશે. જે બાદ એક અઠવાડિયામાં રિકવરી પણ આવી જશે.. તેઓ પર હાલ ડોક્ટરોની ટીમ સતત નજર રાખી રહી છે.

પૂર્વ સીએમ કેસીઆર ચિંતામડકામાં હતા. જ્યાં તેઓ લોકો સાથે મુલાકાત કરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, રાત્રિના સમયે કેસીઆર સાથે આ અક્સ્માત થયો છે. ડોક્ટરો હાલમાં તેની દેખરેખ રાખી રહ્યા છે.તેમના પરિવારના સભ્યો, પુત્ર કેટીઆર, હરીશ રાવ અને પાર્ટીના ઘણા નેતાઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા છે.. તમને જણાવી દઈએ કે, ૭ ડિસેમ્બરના રોજ રેવંત રેડ્ડીએ તેંલગણાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.કેસીઆરની પુત્રીએ ટિ્‌વટ કરીને આ જાણકારી આપી છે. તેમણે ટિ્‌વટ કરીને કહ્યું કે,. બીઆરએસ સુપ્રીમો કેસીઆરને સામાન્ય ઈજા થઈ છે અને તે હાલમાં ડોક્ટરોની દેખરેખ નીચે છે. ૩૦ નવેમ્બરે ૧૧૯ સીટોવાળી તેલંગાણામાં મતદાન થયું હતું. ૩ ડિસેમ્બરે જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસને શાનદાર જીત મળી છે.કેસીઆરની પાર્ટીએ ૩૯ સીટ જીતી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/