fbpx
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટ ૧૧ ડિસેમ્બરે આર્ટીકલ ૩૭૦ ને લઈ આપશે ચુકાદો

બંધારણની આર્ટીકલ ૩૭૦ નાબૂદ કરવાના ર્નિણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ ૧૧ ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ૫ જજાેની બંધારણીય બેંચે ૧૬ દિવસ સુધી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ૫ સપ્ટેમ્બરે ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો. બંને પક્ષોએ બંધારણીય પાસાઓ અને ઐતિહાસિક વિકાસ અંગે ચર્ચા કરી હતી. આ મામલો ખાસ કરીને ત્યારે ગરમાયો જ્યારે કોર્ટે મુખ્ય અરજદાર મોહમ્મદ અકબર લોન પાસેથી એફિડેવિટ માંગી કે તે જમ્મુ અને કાશ્મીરને ભારતનો અભિન્ન અંગ માને છે..

તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૯માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આર્ટીકલ ૩૭૦ નાબૂદ કરી અને જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યું. આ ર્નિણયની સાથે જ જમ્મુ-કાશ્મીરનો વહીવટ સીધો કેન્દ્રના હાથમાં આવી ગયો. અરજદારોએ ૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના કેન્દ્ર સરકારના ર્નિણયને પડકાર્યો હતો, જ્યારે તેણે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જાે આપતી કલમ ૩૭૦ અને કલમ ૩૫છ નાબૂદ કરી હતી. અનુચ્છેદ ૩૭૦, અનુચ્છેદ ૩૫છ સાથે મળીને, ભારતના બંધારણ હેઠળ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જાે આપે છે,

તેને અન્ય કાનૂની ભેદો વચ્ચે અલગ બંધારણ અને અલગ દંડ સંહિતા રાખવાની મંજૂરી આપે છે. અરજીકર્તાઓમાં નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (ઁડ્ઢઁ)ના નેતાઓનો સમાવેશ થાય છે.. સુપ્રીમ કોર્ટે એ દલીલનો અસ્વીકાર કર્યો હતો અને કહ્યું કે રાજ્યના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યા બાદ ૧૯૫૭માં જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાનો કાર્યકાળ સમાપ્ત થયા પછી કલમ ૩૭૦ લાગુ નહીં થાય. દરમિયાન, કેન્દ્રએ કલમ ૩૭૦ નાબૂદ કરવાના સમર્થનમાં દલીલ કરી અને કહ્યું કે જાેગવાઈને નાબૂદ કરવામાં કોઈ બંધારણીય અનિયમિતતા નથી.

તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૯માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આર્ટીકલ ૩૭૦ નાબૂદ કરી હતી અને જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યું હતું. આ ર્નિણયની સાથે જ જમ્મુ-કાશ્મીરનો વહીવટ સીધો કેન્દ્રના હાથમાં આવી ગયો.. દરમિયાન, નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ બુધવારે કહ્યું હતું કે ભાજપ સરકારે આર્ટીકલ ૩૭૦ની જાેગવાઈઓને રદ કરીને જમ્મુ અને કાશ્મીર અને બાકીના દેશ વચ્ચેના જાેડાણને નુકસાન પહોંચાડ્યું છે. સંસદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા અબ્દુલ્લાએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો અગાઉના રાજ્યનો વિશેષ દરજ્જાે રદ કરવાના ર્નિણયથી ખુશ નથી. અબ્દુલ્લાએ કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે સરકારે આમ કરીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આર્ટીકલ ૩૭૦ હેઠળ જમ્મુ અને કાશ્મીરને આપેલું વચન કોઈ વ્યક્તિ દ્વારા નહીં પરંતુ દેશ દ્વારા આપવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/