fbpx
રાષ્ટ્રીય

યુપી સરકારના દબાણમાં, કોલેજ મેનેજરે સભા માટે મેદાન આપવાનો ઇનકાર કર્યો : JDU

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ઉત્તર પ્રદેશમાં યોજાનારી પ્રથમ જાહેર સભા રદ કરવામાં આવી છે. જે બાદ રાજકીય અટકળો શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ૨૪ ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના રોહાનિયા વિધાનસભા ક્ષેત્રમાં નીતિશ કુમારની જાહેરસભા યોજાવાની હતી. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર સભા રદ્દ કરવાનું કારણ પણ આપ્યું છે..

વાસ્તવમાં જેડીયુએ આ માટે વારાણસીની જગતપુર ઇન્ટર કોલેજની પસંદગી કરી હતી. બિહાર સરકારના મંત્રી શ્રવણ કુમારે આરોપ લગાવ્યો છે કે યુપી સરકારના દબાણને કારણે કોલેજના મેનેજરે મેદાન આપવાનો ઈન્કાર કરી દીધો છે. જેડીયુ હવે બીજા વિકલ્પ પર કામ કરી રહી છે.. બિહારના મંત્રી જામા ખાને કાર્યકર્તાઓને એક સંદેશ જારી કરીને કહ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનો કાર્યક્રમ ૨૪ ડિસેમ્બરે વારાણસીના રોહાનિયામાં યોજાવા જઈ રહ્યો હતો, પરંતુ કોઈ કારણસર કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.

જાે કે, તેમણે એમ પણ કહ્યું કે આગામી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.. આ પહેલા જ્યારે બિહારના મુખ્યમંત્રીની વારાણસીમાં રેલી અંગે પૂછવામાં આવ્યું ત્યારે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા અને સાંસદ મનોજ ઝાએ કહ્યું કે શું નીતીશ કુમાર કોઈ ગુનો કરી રહ્યા છે? તેમણે કહ્યું કે નીતિશ કુમાર એક રાજ્યના મુખ્યમંત્રી છે, જાે કોઈ સામાન્ય નાગરિક પણ વારાણસી જઈ શકે છે. મનોજ ઝાએ એમ પણ પૂછ્યું કે શું વડાપ્રધાન મોદી વારાણસીના માલિક છે?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/