fbpx
રાષ્ટ્રીય

એનસીપી પ્રમુખ શરદ પવારએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો

વડાપ્રધાન મોદીએ આજે સુરતમાં બનેલા ડાયમંડ બુર્સનું ઉદ્‌ઘાટન કર્યુ. ત્યારે ઘણા મોટા નેતાઓ ત્યાં હાજર રહ્યા હતા. તેને લઈને શરદ પવારે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. શરદ પવારે કહ્યું કે જે લોકો આજે સત્તામાં છે, તેમનામાં દેશ વિશે વિચારવાની શક્તિ નથી. મહારાષ્ટ્રના રાયગઢમાં એક સભા દરમિયાન પવારે પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા. એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે વડાપ્રધાન સુરતમાં ડાયમંડ બિઝનેસનું ઉદ્‌ઘાટન કરવા જઈ રહ્યા છે.

પહેલા હીરાનો વેપાર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં થતો હતો. તેના કારણે લાખો લોકોને રોજગારી મળતી હતી પણ હવે આ વેપારને ગુજરાતમાં લઈ જવામાં આવ્યો, જેનાથી મહારાષ્ટ્રના સ્થાનિક લોકો પાસેથી કામ છીનવી લેવામાં આવ્યુ અને તે લોકો બેરોજગાર બની ગયા. પવારે કહ્યું કે આજે જેના હાથમાં સત્તા છે, તે દેશની ચિંતા કરતા નથી પણ તે સુરત જશે અને ડાયમંડ બુર્સનું ઉદ્‌ઘાટન કરશે.. પવારે કહ્યું કે જ્યારે તે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હતા તો ત્યારે તેમને મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષમાં હીરાના વેપારને શરૂ કરવાનો ર્નિણય કર્યો હતો.

પવારે કહ્યું તે તેમને બીકેસીમાં હીરા વેપાર માટે ૧ રૂપિયામાં જમીન આપી હતી, તેનાથી ત્યાંના લોકોને રોજગાર પણ મળ્યો હતો. એનસીપી ચીફે કહ્યું કે આજે દેશના વડાપ્રધાનને મહારાષ્ટ્રની કોઈ ચિંતા નથી. તે એ વાતનો વધારે ખ્યાલ રાખે છે કે કેવી રીતે મહારાષ્ટ્રની પરિયોજનાઓને ગુજરાત, સુરતમાં લઈ જવામાં આવે. તેમને કહ્યું કે જે વ્યક્તિને દેશની ચિંતા નથી આજે તેના હાથમાં દેશની સત્તા છે. ત્યારે આ મુદ્દે શિવસેના સાંસદે પણ વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા છે. સંજય રાઉતે કહ્યું કે દેશનો નહીં પણ સમગ્ર વિકાસ એક જ રાજ્યનો કરવામાં આવી રહ્યો છે.

તેમને કહ્યું કે સમગ્ર દેશમાંથી રોજગારી છીનવી એક જ રાજ્યમાં જઈ રહી છે. રાઉતે પ્રશ્ન કરતા કહ્યું કે શું દેશમાં ગુજરાત સિવાય કોઈ બીજુ રાજ્ય નથી. તમને જણાવી દઈએ કે સુરતમાં દુનિયાનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું છે. જેનું ઉદ્‌ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્યુ છે. આ કોમ્પ્લેક્ષનું નામ ડાયમંડ બુર્સ છે અને તેને ૬૮ લાખ વર્ગફૂટમાં બનાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/