fbpx
રાષ્ટ્રીય

કરાચીમાં દાઉદ ઈબ્રાહિમના બંગલાનો પહેલો માળ હોસ્પીટલમાં ફેરવાયો

પાકિસ્તાનમાં છુપાયેલો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ બીમાર છે. તેને ફૂડ પોઈઝનિંગ થયું છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો હતો કે દાઉદને ઝેર આપવામાં આવ્યું છે અને તે કરાચીની હોસ્પિટલમાં દાખલ છે. જાે કે, આ દાવાઓ ખોટા નીકળ્યા. દાઉદ એવા સમયે બીમાર પડ્યો છે જ્યારે તેનો જન્મદિવસ થોડા જ દિવસોમાં છે. ૧૯૯૩ મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમ ૨૭ ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવે છે.

આ તેમનો ૬૮મો જન્મદિવસ હશે. આ વખતે પણ દાઉદ પોતાના જન્મદિવસ પર મોટી પાર્ટી કરવાના મૂડમાં હતો. કેટલાક રિપોર્ટ્‌સમાં કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને પણ આ પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું હતું. સમગ્ર પાકિસ્તાન ઉજવણીની તૈયારી કરી રહ્યું હતું. પરંતુ દાઉદની તબિયત જાેતા લાગે છે કે આખી યોજના વ્યર્થ જશે. ૧૮ ડિસેમ્બરે સોશિયલ મીડિયા અને ભારતીય મીડિયામાં દાઉદના ઝેરની ચર્ચા ચાલી હતી.. પાકિસ્તાની કાર્યકર્તાએ સ્વીકાર્યું કે દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાના સમાચારમાં સત્ય છે. પાકિસ્તાની કાર્યકર્તાએ એવો પણ દાવો કર્યો છે

કે પાકિસ્તાન સરકાર આ ક્યારેય સ્વીકારશે નહીં. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદના સમાચાર આવતા જ પાકિસ્તાનમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ આરોપો પાકિસ્તાની એક્ટિવિસ્ટ આરઝૂ કાઝમીએ લગાવ્યા છે. જાે કે પાકિસ્તાનની સરકાર અને પાકિસ્તાની મીડિયા બધા દાઉદ પર મૌન છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફૂડ પોઈઝનિંગ બાદ દાઉદના ઘરને તેની ખાસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવ્યું હતું. કરાચીમાં તેમના બંગલાના પહેલા માળે વોર્ડ રૂમમાં ફેરવાઈ ગયો હતો. મોટા ડોક્ટરોને ત્યાં મોકલવામાં આવ્યા હતા.૬૮ વર્ષના દાઉદની કરાચીમાં તેના બંગલામાં સારવાર કરવામાં આવી હતી. આટલું જ નહીં, આ મહિનાની ૨૬ તારીખે દાઉદનો જન્મદિવસ પણ છે જેના માટે કરાચીમાં અજાણ્યા સ્થળે પાર્ટી માટે કેટલાક ખાસ મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/