fbpx
રાષ્ટ્રીય

સાક્ષી મલિકના સંન્યાસ પર કોંગ્રેસએ આરોપ લગાવ્યો“દીકરીઓને રડાવો, દીકરીઓને ત્રાસ આપો અને દીકરીઓને ઘરે બેસાડો” આ જ ભાજપ સરકારની નીતિ : રણદીપ સિંહ સુરજેવાલા

ઓલિમ્પિક મેડલ વિજેતા મહિલા રેસલર સાક્ષી મલિકની નિવૃત્તિની જાહેરાત બાદ કોંગ્રેસે શુક્રવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે “દીકરીઓને રડાવો, દીકરીઓને ત્રાસ આપો અને દીકરીઓને ઘરે બેસાડો” આ જ ભાજપ સરકારની નીતિ છે. પાર્ટીના મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ દાવો કર્યો હતો કે મહિલા કુસ્તીબાજાે સાથે આ રીતે “અત્યાચાર અને અન્યાય” કરવામાં આવી રહ્યો છે અને તેના માટે મોદી સરકાર જવાબદાર છે. તમને જણાવી દઈએ કે રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકે ગઈકાલે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ઉહ્લૈં)ના પ્રમુખ પદની ચૂંટણીમાં બ્રિજભૂષણ શરણ સિંહના વિશ્વાસુ સંજય સિંહની જીતનો વિરોધ કર્યો હતો.

ટેબલ પર તેણે તેના બુટ મુકી કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કર હતી. જે બાદથી સ્પોર્ટ્‌સ જગતમાં ઓહાપો મચી ગયો છે. જ્યારે સાક્ષી મલિક નિવૃત્તિની જાહેરાત કરી રહી હતી ત્યારે તેની આંખોમાં આંસુ હતા.. સુરજેવાલાએ આજે ??પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભાજપના સાંસદ બ્રિજ ભૂષણના સહયોગી અને કુસ્તીબાજ પુત્રીઓના યૌન શોષણના આરોપી સંજય સિંહની ચૂંટણીમાં જીત બાદ, દેશની પ્રથમ મહિલા કુસ્તીબાજ અને ખેડૂત પુત્રી સાક્ષી મલિકે નિવૃત્તિની ઘોષણા કરવી પડી જે એ ભારતના રમતગમતના ઈતિહાસમાં એક “કાળો અધ્યાય” સમાન છે. તેમણે આરોપ લગાવ્યો કે ચેમ્પિયન મહિલા કુસ્તીબાજાે સાથે થયેલા ‘અત્યાચાર અને અન્યાય’ માટે મોદી સરકાર સીધી રીતે જવાબદાર છે.

સુરજેવાલાએ કહ્યું, “આ દર્શાવે છે કે જે દીકરીઓ ન્યાય માટે અવાજ ઉઠાવશે તેમને સન્યાસ લેવા માટે મજબૂર કરવામાં આવશે અને તેમને ઘરે મોકલવામાં આવશે અને તેમને દોષિત ઠેરવવામાં આવશે, અને દીકરીઓની લાચારીની મજાક ઉડાવશે. કોંગ્રેસ મહાસચિવે એવો પણ દાવો કર્યો હતો કે માત્ર ભારતીય કુસ્તી સંઘ જ નહીં પરંતુ મ્ઝ્રઝ્રૈં સહિત દેશના તમામ રમતગમત સંગઠનો મોદી સરકાર અને ભાજપના નેતાઓના નિયંત્રણમાં છે. તેમણે સવાલ કર્યો હતો કે, “મોદી સરકાર કેમ ચૂપ છે? દેશની સંસદ ખેડૂતની કુસ્તીબાજ દીકરીઓની રડતી અને આંસુ પર કેમ મૌન છે? દેશની રમત જગત અને તેની જાણીતી હસ્તીઓ કેમ મૌન છે? શું હવે એવું માની લેવું જાેઈએ?” નવા ભારતમાં “પ્રભુત્વ”, “ડર”, “ધમકાવવું” અને “અન્યાય” સામાન્ય છે?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/