fbpx
રાષ્ટ્રીય

ઈન્ડોનેશિયામાં ચાઈનીઝ ફંડિંગ પ્લાન્ટમાં વિસ્ફોટ, ૧૩ લોકોના મોત

કંપનીના પ્રવક્તા ડેડી કુર્નિયાવાને કહ્યું કે અમે આ ઘટના માટે દિલથી દિલગીર છીએ અને અકસ્માતના કારણની તપાસ માટે અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. તે દરમિયાન, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ભઠ્ઠીના તળિયે વિસ્ફોટક પ્રવાહી પદાર્થ હતા, જેના કારણે આગ લાગી હતી અને નજીકના ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર ચીનની માલિકીની નિકલ સ્મેલ્ટરમાં વિસ્ફોટ થતાં ૧૩ કામદારોના મોત થયા છે અને ડઝનેક ઘાયલ થયા છે. રવિવારે ભઠ્ઠીનું સમારકામ થઈ રહ્યું હતું

ત્યારે તેમાં વિસ્ફોટ થયો હતો. સેન્ટ્રલ સુલાવેસી પોલીસ વડા અગુસ નુગ્રોહોએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ઓછામાં ઓછા પાંચ ચીની અને આઠ ઇન્ડોનેશિયન કામદારોના મોત થયા છે. પીટી ઇન્ડોનેશિયા મોરોવાલી ઇન્ડસ્ટ્રિયલ પાર્કની પેટાકંપની પીટી ઇન્ડોનેશિયા ત્સિંગશાન સ્ટેનલેસ સ્ટીલ ખાતે આ ભયાનક ઘટના બની હતી, જે પીટી ૈંસ્ૈંઁ તરીકે વધુ જાણીતી છે. નિકલ સ્મેલ્ટિંગ પ્લાન્ટ ચીનના મહત્વાકાંક્ષી આંતરરાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમ હેઠળ બનાવવામાં આવ્યો છે, જેને બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ તરીકે ઓળખવામાં આવે છે.. શક્તિશાળી વિસ્ફોટથી ભઠ્ઠીનો નાશ થયો અને બિલ્ડિંગની બાજુની દિવાલોના ભાગોને નુકસાન થયું હતું. વિસ્ફોટના કારણે આગ લાગી હતી,

જે લગભગ ચાર કલાકના બચાવ અભિયાન દરમિયાન ઓલવાઈ ગઈ હતી. હાલ કંપનીની બેદરકારીના કારણે આ ઘટના બની છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. કંપનીના પ્રવક્તા ડેડી કુર્નિયાવાને કહ્યું કે અમે આ ઘટના માટે દિલથી દિલગીર છીએ અને અકસ્માતના કારણની તપાસ માટે અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. તે દરમિયાન, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ભઠ્ઠીના તળિયે વિસ્ફોટક પ્રવાહી હતું, જેમાં આગ લાગી ગઈ હતી, અને પાસેના ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. ઈન્ડોનેશિયાનો સેન્ટ્રલ સુલાવેસી પ્રાંત દેશના સૌથી મોટા નિકલ ભંડાર માટે જાણીતો છે. પીટી ૈંસ્ૈંઁએ ઈન્ડોનેશિયામાં સૌથી મોટો નિકલ આધારિત ઔદ્યોગિક ઝોન છે.

પીટી ૈંસ્ૈંઁના લગભગ ૫૦% શેર ચીનની હોલ્ડિંગ કંપનીની માલિકીના છે, અને બાકીના શેરની માલિકી બે ઇન્ડોનેશિયન કંપનીઓની છે. આ પ્રદેશમાં ચીનની માલિકીના નિકલ સ્મેલ્ટિંગ પ્લાન્ટમાં આ વર્ષે ત્રીજી ઘટના છે. એપ્રિલમાં, બે ડમ્પ ટ્રક ઓપરેટરોનું મોત નિકલ કચરાના નિકાલની સાઈટ પરની દિવાલ તૂટી પડી હતી અને દિવાલ નીચે દટાઈ જવાથી તે બન્નેનું મોત થયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/