fbpx
રાષ્ટ્રીય

દ્વારકા સમુદ્રમાં 300 ફૂટ અંદર સબમરીન ઉતારવાની ગુજરાત સરકારની તૈયારી

ભગવાન કૃષ્ણની નગરી મથુરા, વૃંદાવન સહિત આખું બ્રજ મંડળ જોયું જ હશે, પરંતુ અત્યાર સુધી તમે ભગવાન કૃષ્ણ દ્વારા સ્થાપિત નગરી દ્વારકા વિશે જ સાંભળ્યું છે. ખરેખર સોનાની નગરી દ્વારકા પહેલા કેવી દેખાતી હતી તેની કોઈને ખબર નથી. દ્વારાકા નગરીને જોવાની ઈચ્છા તો થઇ હશે પરંતુ એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વસેલું દ્વારકા નગરી જેને આપણે દ્વારકા શહેર પણ કહી શકાય અને આ દ્વ્રારકા શહેર પણ સમુદ્રમાં ડૂબી ગયું હતું.. જોકે હવે ડૂબી ગયેલ દ્વારાકા નગરીને જોવાની તમારી ઈચ્છા ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે.

ખરેખર, ગુજરાત સરકાર અરબી સમુદ્રમાં ‘પેસેન્જર સબમરીન’ લોન્ચ કરવા જઈ રહી છે. આ માટે ભારત સરકારની કંપની મઝાગોન ડોક શિપયાર્ડ સાથે રાજ્યના પ્રવાસન વિભાગના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. દ્વારકાની દરિયાની અંદર સબમરીન ઉતારવામાં આવશે. ‘પેસેન્જર સબમરીન’ને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.. લોકોનું કહેવું છે કે તેઓ આ સેવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે.

‘યાત્રી’ સબમરીનનું સંચાલન દ્વારકા કોરિડોરનો એક ભાગ છે. આ ‘પેસેન્જર સબમરીન’નું ભાડું હજુ નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ તે થોડું મોંઘું હોઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત સરકાર સામાન્ય લોકો માટે થોડી સબસિડી આપી શકે છે.. સેન્જર સબમરીનની શું હશે ખાસીયત વિષે જણાવીએ, સંપૂર્ણ એસી સબમરીનનું વજન 35 ટન હશે. તેમાં એક સમયે 30 લોકો બેસી શકશે. બે ડ્રાઈવર, એક ગાઈડ અને એક ટેકનિશિયન પણ બોર્ડમાં રહેશે. પાણીની અંદરનો નજારો જોવા માટે સબમરીનની ચારે બાજુ વિન્ડો મિરર શીટ્સ હશે. સબમરીનની અંદર ઓક્સિજન માસ્ક અને ફેસ માસ્ક હશે. સબમરીનમાં બેસીને તમે સમુદ્રની અંદર પ્રાણીઓ અને અન્ય હિલચાલ જોઈ શકશો..

અહેવાલો અનુસાર, આ ‘પેસેન્જર સબમરીન’ માત્ર Mazagon Dock દ્વારા સંચાલિત કરવામાં આવશે. દરિયામાં જવા માટે જેટી પણ તૈયાર કરવામાં આવશે, મુસાફરો અહીંથી સબમરીનમાં બેસી શકશે. આ સેવા જન્માષ્ટમી અથવા દિવાળીથી શરૂ થઈ શકે છે. આ સબમરીન મુસાફરોને લઈને સમુદ્રમાં 300 ફૂટ નીચે ઉતરશે. આ પ્રવાસમાં બે કલાકનો સમય લાગશે. આ ધાર્મિક પ્રવાસન અંગેની જાહેરાત વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/