fbpx
રાષ્ટ્રીય

મહાદેવ એપ કૌભાંડ : સૌરભ ચંદ્રાકરની દુબઈ પોલીસે અટકાયત કરી

મહાદેવ એપ કૌભાંડ કેસના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરની દુબઈમાં અટકાયત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દુબઈ પોલીસે સૌરભ ચંદ્રાકરને દેખરેખ હેઠળ રાખ્યો છે. તેને દુબઈના એક ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યો છે. સૌરભ ચંદ્રાકરના પ્રત્યાર્પણની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. એજન્સી (ઈડ્ઢ)ની વિનંતી પર ઇન્ટરપોલે મુખ્ય આરોપી સૌરભ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી છે.

ઈડ્ઢ અનુસાર, સૌરભ ચંદ્રાકર અને અન્ય પ્રમોટર રવિ ઉપ્પલ ેંછઈની સેન્ટ્રલાઈઝ્‌ડ ઓફિસમાંથી મહાદેવ સટ્ટાબાજીની એપનું સંચાલન કરતા હતા. આ સાથે મની લોન્ડરિંગ અને હવાલાની લેવડ-દેવડ પણ થતી હતી. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર આ લગભગ ૬૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ છે. તમને જણાવી દઈએ કે ઈડ્ઢની વિનંતી પર ઈન્ટરપોલે આરોપી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. મહાદેવ એપને લઈને ઈડ્ઢએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈડ્ઢ અનુસાર, મહાદેવ એપ ઓપરેટ કરનાર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ પાકિસ્તાનમાં ડી-કંપનીને સપોર્ટ કરતા હતા..

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ડી કંપનીના કહેવા પર સૌરભ ચંદ્રકરે દાઉદ ઈબ્રાહિમના ભાઈ મુસ્તાકીમ ઈબ્રાહીમ કાસકર સાથે મળીને એપ ઓપરેટ કરી હતી અને આ એપ બનાવી હતી. ભારત સરકારે મહાદેવ બુક સહિત ૨૨ ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઇટ્‌સ સામે મોટી કાર્યવાહી કરી હતી. સરકારે આ તમામ એપ અને વેબસાઈટને બ્લોક કરી દીધી હતી. ઈડ્ઢ દ્વારા કરાયેલી વિનંતી બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

તેની તપાસમાં ઈડ્ઢએ આ એપ્સના સંચાલનને ગેરકાયદેસર જાહેર કર્યું હતું. તમને જણાવી દઈએ કે થોડા મહિનામાં જ દેશભરમાંથી ૧૨ લાખથી વધુ લોકો મહાદેવ એપ સાથે જાેડાયા હતા. આના માધ્યમથી લોકોએ આ એપનો ઉપયોગ ક્રિકેટથી લઈને ચૂંટણી સુધીની દરેક વસ્તુ પર સટ્ટો લગાવવા માટે શરૂ કર્યો. આ કૌભાંડમાં બોલિવૂડની મોટી હસ્તીઓના નામ પણ સામે આવ્યા હતા. આ અંગે અનેક લોકોને સમન્સ મોકલવામાં આવ્યા હતા. ફિલ્મ સ્ટાર્સે આ એપનું પ્રમોશન કર્યું હતું. કેટલાક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/