fbpx
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશના ગુનામાં અકસ્માત, ૧૩ મુસાફરો જીવતા બળીને ખાખગુના-આરોન રોડ પર ડમ્પર અને બસ અથડાયા, બસમાં આગ લાગી

મધ્યપ્રદેશના ગુનામાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. રાત્રે લગભગ ૯ વાગ્યે ડમ્પર અને બસ વચ્ચે જાેરદાર અકસ્માતની ઘટના બની હતી. જેના કારણે બસમાં આગ લાગી હતી. આ દરમિયાન ૧૨ મુસાફરો જીવતા સળગી ગયા હતા. આ મુસાફરોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. અકસ્માતમાં ૧૫ જેટલા લોકો ગંભીર હાલતમાં છે.

બસમાં લગભગ ૪૦ મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને આસપાસના લોકોની મદદ અર્થે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય હાથ ધર્યું હતુ.. ગુનાના એસપી વિજય કુમાર ખત્રીએ જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ૧૨ લોકો બળી જવાથી મોતને ભેટ્યા છે. જ્યારે હજુ પણ ૧૪ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.પોલીસે જણાવ્યું કે અકસ્માતની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

જેમાંથી ૧૨ લોકોના મોત થયા છે. આ સિવાય ૧૨થી વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. આ તમામને ૬થી વધુ એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત બજરંગગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના દોહાઈ મંદિર પાસે થયો હતો. એવી માહિતી પણ સામે આવી છે કે અકસ્માતનું કારણ બસની ફિટનેસ હતી. એટલે કે બસની હાલત ખૂબ જ ખરાબ હતી, પરંતુ તેમ છતાં તેમાં મુસાફરોની અવરજવર કરવામાં આવી રહી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/