fbpx
રાષ્ટ્રીય

યુક્રેન પર રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો

રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. રશિયાએ ૧૨૨ મિસાઇલો અને ૩૬ ડ્રોન વડે યુક્રેન પર બોમ્બમારો કર્યો છે. આ હુમલામાં લગભગ ૩૧ નાગરિકોના મોત થયા છે. વાયુસેનાના એક અધિકારીનું કહેવું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૨૨ મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં આ સૌથી મોટો હવાઈ હુમલો માનવામાં આવે છે. આ હુમલામાં એપાર્ટમેન્ટ, એક હોસ્પિટલ અને ઘણી શાળાઓ સંપૂર્ણપણે નાશ પામી હતી. રશિયામાં છેલ્લા ૧૮ કલાકથી ચાલી રહેલા હુમલામાં ૩૧ લોકોના મોત થયા છે, જ્યારે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે અને અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલામાં ૧૪૪ લોકો ઘાયલ થયા છે. વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ કહ્યું કે અમને જે સમર્થન આપી રહ્યા છે તેમને લાંબા ગાળાની લશ્કરી સહાય ચાલુ રાખવા વિનંતી કરું છું તેમજ આજે જે યુક્રેનના લોકોએ મોટા વિસ્ફોટોના અવાજાેથી ચોંકી ઉઠ્‌યા છે. આ વિસ્ફોટોનો અવાજ આખી દુનિયામાં સંભળાય.

રાજધાની કિવમાં એક વેરહાઉસ, રહેણાંક મકોનો અને અન્ય ર્નિજન મિલકત પર મિસાઈલો પડતાં નવ લોકો માર્યા ગયા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું.. વાયુસેનાએ કહ્યું કે તેમણે રશિયા દ્વારા છોડવામાં આવેલા કુલ ૧૫૮ હવાઈ ટાર્ગેટમાંથી ૮૭ ક્રુઝ મિસાઈલ અને ૨૭ ડ્રોનને તોડી પાડ્યા છે. આર્મી ચીફ જનરલ વેલેરી ઝાલુઝનીએ જણાવ્યું હતું કે આ હુમલામાં મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક અને લશ્કરી સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ તેના તમામ હથિયારો સાથે હુમલો કર્યો છે, લગભગ ૧૧૦ મિસાઇલો છોડવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની નષ્ટ કરવામાં આવી હતી. યુક્રેન અઠવાડિયાથી ચેતવણી આપી રહ્યું છે કે રશિયા ઊર્જા પ્રણાલીઓ પર મોટા હવાઈ હુમલા કરવા માટે મોટાપાયે મિસાઈલો ચલાવી શકે છે.

ગયા શિયાળામાં, જ્યારે રશિયન હુમલાઓએ પાવર ગ્રીડને વિક્ષેપિત કર્યો ત્યારે લાખો લોકો અંધકારમાં ડૂબી ગયા હતા. યુક્રેનિયન સંરક્ષણ પ્રધાન રૂસ્તમ ઉમેરોવે ફેસબુક પર જણાવ્યું હતું કે એ બાબત સ્પષ્ટ છે કે તેની પાસે મિસાઇલોના ભંડાર છે, તેથી આવા હુમલાઓ કરી શકે છે અને આગામી સમયમાં ચાલુ રાખશે.રાષ્ટ્રપતિ કાર્યાલયે મૃત્યુઆંક ૨૬ જણાવ્યો હતો, પરંતુ વિવિધ પ્રદેશોના નિવેદનો દર્શાવે છે કે લગભગ ૩૧ લોકો માર્યા ગયા હતા. યુક્રેનના આર્મી ચીફ વેલેરી ઝાલુઝનીનું કહેવું છે કે યુક્રેનિયન એરફોર્સે મોટાભાગની મિસાઈલો અને શાહેદ ડ્રોનને રાતોરાત તોડી પાડ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/