fbpx
રાષ્ટ્રીય

સોમાલિયામાં હાઇજેક જહાજમાંથી ૧૫ ભારતીયોને બચાવ્યા

મધ દરિયે નેવીના માર્કોસ કમાન્ડોએ ચાંચિયાઓ પર હુમલો કર્યો અને સોમાલિયાના દરિયાકાંઠે હાઇજેક કરાયેલા જહાજમાંથી ૧૫ ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે. ૧૫ ભારતીયો સહિત તમામ ક્રૂને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. અગાઉ એવી માહિતી મળી હતી કે ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નાઈ અપહરણ કરાયેલા જહાજ એમવી લીલા નોરફોકની નજીક સોમાલિયાના કિનારે પહોંચ્યું હતું. આ સાથે યુદ્ધ જહાજે તેનું હેલિકોપ્ટર લોન્ચ કર્યું અને ચાંચિયાઓને જહાજ છોડી દેવાની ચેતવણી આપી હતી.

એવું પણ કહેવામાં આવ્યું હતું કે મરીન કમાન્ડો માર્કોસ ઓપરેશન માટે તૈયાર છે. કમાન્ડો આવતાની સાથે જ તેઓએ હાઇજેક કરેલા જહાજની ઉપરની ડેક સાફ કરી દીધી. ભારતીય નૌસેના હેડક્વાર્ટર આ સમગ્ર ઓપરેશન પર ચાંપતી નજર રાખી રહ્યું છે. જાેકે અગાઉના સૈન્ય અધિકારીઓએ છદ્ગૈંને જણાવ્યું હતું કે યુદ્ધ જહાજ ૈંદ્ગજી ચેન્નાઈથી ભારતીય નૌકાદળના ચુનંદા મરીન કમાન્ડો હાઇજેક કરાયેલા જહાજ એમવી લીલામાં સવાર થયા હતા અને હવે તેઓ ત્યાં કામગીરી કરવા જઈ રહ્યા છે. ઉત્તર અરબી સમુદ્રમાં એમવી લીલા નોરફોકના અપહરણ બાદ ભારતીય નૌકાદળે આ કાર્યવાહી શરૂ કરી હતી.. બીજી તરફ, સ્ફ ને મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ, પ્રિડેટર સ્ઊ૯મ્ અને ઇન્ટિગ્રલનો ઉપયોગ કરીને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળના કમાન્ડોએ જહાજ પર જઈને કાર્યવાહી શરૂ કરી હતી.

કાર્યવાહી બપોરે ૩.૧૫ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. આ જહાજને સોમાલિયાના કિનારે અરબી સમુદ્રમાં હાઇજેક કરવામાં આવ્યું હતું. દરિયાકિનારે હાઇજેક કરાયેલા આ જહાજ પર લાઇબેરિયાનો ધ્વજ છે. ભારતીય નૌકાદળના વિમાનો સતત જહાજ પર નજર રાખી રહ્યા છે. આ જહાજમાં સવાર ભારતીય ક્રૂ મેમ્બરો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. હાઇજેક કરાયેલા જહાજના ક્રૂમાં ૧૫ ભારતીય સભ્યો પણ સામેલ છે. અગાઉ પણ, અધિકારીઓએ માહિતી આપી હતી કે જહાજને સોમાલિયાના ૩૦૦ નોટિકલ માઇલ પૂર્વમાં ચાંચિયાઓએ હાઇજેક કર્યું હતું, જ્યારે તે બ્રાઝિલના પોર્ટ દો અચોથી નીકળી રહ્યું હતું અને બહેરીનમાં ખલીફા બિન સલમાન જઈ રહ્યું હતું. ભારતીય નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે લગભગ પાંચથી છ અજાણ્યા સશસ્ત્ર કર્મચારીઓ તેના પર સવાર થયા હોવાના સંકેતો મળ્યા બાદ ભારતીય નૌકાદળ સક્રિય થઈ ગયું હતું. આ જહાજ પર લાઇબેરિયાનો ધ્વજ હતો. ત્યારબાદ આ કડીમાં ૈંદ્ગજી ચેન્નાઈ મોકલવામાં આવી હતી. શુક્રવારે સવારે, ક્રૂની સલામતીની ખાતરી કરીને જહાજ સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો અને પછી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/