fbpx
રાષ્ટ્રીય

કારગીલમાં હરક્યુલસ એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ કર્યું

ભારતીય વાયુસેનાએ મોટી સફળતા હાંસલ કરી છે. વાયુસેનાએ પોતાના ઝ્ર-૧૩૦ત્ન સુપર હર્ક્‌યુલસ એરક્રાફ્ટને મધ્ય રાત્રીએ, પર્વતોથી ઘેરાયેલા કારગિલ એરસ્ટ્રીપ પર લેન્ડ કરવામાં સફળતા મેળવી છે. આ દરમિયાન વાયુસેનાના ગરુડ કમાન્ડોને પણ સુપર હરક્યુલસ એરક્રાફ્ટમાં કારગીલ મોકલવામાં આવ્યા હતા. આ કમાન્ડોની તાલીમનો પણ એક ભાગ હતો કે, ગમે તેવી કટોકટીની સ્થિતિમાં તેમને શક્ય તેટલી ઝડપથી આગળ કેવી રીતે મોકલી શકાય. ગરુડ કમાન્ડો ફોર્સ એ એરફોર્સનું વિશેષ દળ છે. વાયુસેનાએ સુપર હર્ક્‌યુલસ એરક્રાફ્ટના લેન્ડિંગનો રોંચક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. મુશ્કેલ ઊંચાઈની સ્થિતિમાં એરક્રાફ્ટનું લેન્ડિંગ હંમેશા પડકારજનક હોય છે..

આવી સ્થિતિમાં કારગિલ જેવા ઊંચા પહાડી વિસ્તારમાં મધ્યરાત્રીએ સુપર હરક્યુલસ એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ કરવું એ એક મોટી સફળતા છે. આ પહેલા એરફોર્સના પાયલટોએ ઉત્તરાખંડના ધારસુ ખાતે સુપર હરક્યુલસ એરક્રાફ્ટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું. પરંતુ આ વખતે ખાસ વાત એ છે કે, સુપર હરક્યુલસ એરક્રાફ્ટ આ લેન્ડિંગ પડકારજનક હવામાનમાં કરવામાં આવ્યું હતું. ધારસુમાં જ્યાં લેન્ડિંગ કરવામાં આવ્યું હતું તે જગ્યા ૩૦૦૦ ફૂટની ઉંચાઈ પર આવેલું છે. અમેરિકાની લોકહીડ માર્ટિન કંપની દ્વારા ઉત્પાદિત ઝ્ર-૧૩૦ત્ન સુપર હર્ક્‌યુલસ એરક્રાફ્ટ એક પરિવહન વિમાન છે, જે વાયુસેનાના ૧૨મા ફ્લીટનો ભાગ છે. તેમને વર્ષ ૨૦૧૧માં એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/