fbpx
રાષ્ટ્રીય

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ‘ભારત જાેડો ન્યાય યાત્રા’નો લોગો અને ટેગલાઈન લોન્ચ કરી‘ભારત જાેડો ન્યાય યાત્રા’, મણિપુરથી મહારાષ્ટ્ર સુધી રાજ્યોને કવર કરશે

લોકસભા ચૂંટણી પહેલા દેશમાં નેતાઓના પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. કેન્દ્ર સરકાર તરફથી દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચલાવવામાં આવી રહી છે તો કોંગ્રેસ પણ હવે નવી યાત્રા કાઢવા જઈ રહી છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં ‘ભારત જાેડો ન્યાય યાત્રા’ ૧૪ જાન્યુઆરીએ શરૂ થશે, જે મણિપુરથી મહારાષ્ટ્ર સુધીના રાજ્યોને કવર કરશે. ની આ ચર્ચિત યાત્રા ૬,૭૧૩ કિલોમીટરની રહેશે. જેમાં સામેલ થતાં લોકો બસ કે પછી ચાલીને યાત્રા કરશે. યાત્રાને લઈ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આજે જણાવ્યું કે તેમની પાર્ટી હવે ‘ભારત જાેડો ન્યાય યાત્રા’ કાઢી રહી છે,

કારણ કે કેન્દ્રની ભાજપ સરકારે તેમને સંસદમાં મુદ્દો ઉઠાવવાની તક ના આપી. ખડગેએ કહ્યું ભારત જાેડો ન્યાય યાત્રા દેશના રાજકીય મુદ્દાઓની સાથે સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર કેન્દ્રિત હશે. ખડગેએ ‘ભારત જાેડો ન્યાય યાત્રા’નો લોગો અને ટેગલાઈન લોન્ચ કરી. યાત્રાની ટેગલાઈન રાખવામાં આવી છે ‘ન્યાયનો હક મળવા સુધી’. આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોતાનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં કહ્યું કે અમે ફરી તમારી વચ્ચે આવી રહ્યા છે. ‘અન્યાય અને અહંકાર સામે ન્યાયની લલકાર લઈને’ તેમને આગળ લખ્યું સત્યના આ રસ્તા પર મારી શપથ છે. ‘યાત્રા યથાવત રહેશે,

ન્યાયનો હક મળવા સુધી’ રાહુલ ગાંધીની આગેવાનીમાં યોજાનારી ‘ભારત જાેડો ન્યાય યાત્રા’ ૬૭ દિવસમાં ૬૭૦૦ કિલોમીટરથી વધારેની મુસાફરી કરશે. કોંગ્રેસ તરફથી દાવો કરવામાં આવી ચૂક્યો છે કે પૂર્વથી પશ્ચિમ સુધીની ભારત જાેડો ન્યાય યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી પહેલાની જેમ દક્ષિણથી ઉત્તર ભારત જાેડો યાત્રાની જેમ જ પ્રભાવશાળી અને અસરદાર સાબિત થશે. યાત્રામાં વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ૈંદ્ગડ્ઢૈંછને સામેલ થવાને લઈ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે ૈંદ્ગડ્ઢૈંછના નેતાઓ અને અન્ય લોકોને પણ આ યાત્રામાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમને કહ્યું કે આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા આયોજિત કરવામાં આવી રહેલી યાત્રા ૬૬ દિવસમાં પુરી થશે, જે ૧૧૦ જિલ્લા અને ૧૦૦ લોકસભા વિસ્તાર અને ૩૩૭ વિધાનસભા વિસ્તારમાંથી પસાર થશે,

જેની શરૂઆત મણિપુરની રાજધાની ઈમ્ફાલથી કરવામાં આવશે. રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જાેડો યાત્રા ગયા વર્ષે ૭ સપ્ટેમ્બરે કાઢવામાં આવી હતી. આ યાત્રા કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને જે આ વર્ષે ૩૦ જાન્યુઆરીએ જમ્મૂ કાશ્મીરના શ્રીનગરમાં લાલ ચોક પર પૂર્ણ થઈ હતી. યાત્રા ૧૨ રાજ્ય અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થઈ હતી. રાહુલ ગાંધીએ પ્રવાસ દરમિયાન ૪ હજાર કિલોમીટરથી વધારેનો પ્રવાસ કર્યો હતો. ત્યારે ૨૨ જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ખડગે સામેલ થશે કે નહીં. તેની પર તેમને કહ્યું કે સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ મળ્યુ છે અને તે ઝડપી જ આ અંગે ર્નિણય લેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/