fbpx
રાષ્ટ્રીય

લંડનમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બ્રિટિશ સંરક્ષણ મંત્રી સાથે બેઠક કરીરાજનાથ સિંહે ગ્રાન્ટ શેપ્સ સાથે બે મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર પણ કર્યા

૮ જાન્યુઆરીએ મોડી રાત્રે લંડન પહોંચ્યા બાદ સંરક્ષણ પ્રધાને આજે સવારે ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના લંડન કાર્યક્રમની શરૂઆત કરી હતી. મહાત્મા ગાંધીએ ૧૮૮૮થી ૧૮૯૧ દરમિયાન યુનિવર્સિટી કોલેજ લંડનમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો. ૧૯૧૫માં મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાથી મુંબઈ પરત ફરવાના દૃષ્ટિકોણથી ૯ જાન્યુઆરી એ એક મહત્વપૂર્ણ તારીખ છે, જે ભારતમાં પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ બ્રિટનના પ્રવાસે છે.

મંગળવારે તેમણે તેમના યુકે સમકક્ષ ગ્રાન્ટ શેપ્સ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બંને પક્ષો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બંને મંત્રીઓએ સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વધારવા પર વિશેષ ભાર મુકતા સંરક્ષણ, સુરક્ષા અને સહકારની શ્રેણીની ચર્ચા કરી હતી.
ગ્રાન્ટ શેપ્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુકે અને ભારત વચ્ચેના સંબંધો આપવા અને લેવાના નથી, બલ્કે બંને દેશો ઘણી સમાનતાઓ અને સમાન લક્ષ્યો સાથે પ્રાકૃતિક ભાગીદાર છે. રક્ષા મંત્રીએ બંને દેશો વચ્ચે ખાસ કરીને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધતા વ્યૂહાત્મક સહયોગની પ્રશંસા કરી. દ્વિપક્ષીય સંરક્ષણ બેઠક બાદ ભારત અને યુકે વચ્ચે બે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આમાં દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય કેડેટ વિનિમય કાર્યક્રમના સંચાલન અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડ્ઢઇર્ડ્ઢં) અને યુકેની સંરક્ષણ વિજ્ઞાન અને ટેકનોલોજી લેબોરેટરી (ડ્ઢજી્‌ન્) વચ્ચે સંશોધન અને વિકાસમાં સંરક્ષણ સહયોગ અંગેના એમઓયુનો સમાવેશ થાય છે. આનાથી બંને દેશો વચ્ચે સંરક્ષણ સંશોધન સહયોગના વિશાળ ક્ષેત્રને વેગ મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/