fbpx
રાષ્ટ્રીય

દિલ્હી-NCR, કાશ્મીર અને પાકિસ્તાન સુધી ૬.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

દિલ્હી-દ્ગઝ્રઇમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ઉત્તર ભારત ઉપરાંત અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૧ આંકવામાં આવી છે. ભૂકંપનું મુખ્ય કેન્દ્ર અફઘાનિસ્તાનનું ફૈઝાબાદ હતું. ઉઝબેકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા સહિત ભારતના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો આંચકો એટલો જાેરદાર હતો કે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. દેશના ઓછામાં ઓછા ૪ રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

પાકિસ્તાનમાં પણ ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા છે. રાજધાની ઈસ્લામાબાદ, લાહોર અને ખૈબર પખ્તુનખ્વામાં ભૂકંપના આંચકાથી લોકો ડરી ગયા હતા. ભૂકંપના આંચકાના કારણે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા હતા. પરંતુ હજુ સુધી અહીં કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના કેટલાક ભાગોમાં ૬.૦ની તીવ્રતાનો મજબૂત ભૂકંપ આવ્યો હતો. હવામાન વિભાગ (પીએમડી) એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુ કુશ ક્ષેત્રમાં હતું. સ્થાનિક સમય અનુસાર બપોરે ૨ઃ૨૦ વાગ્યે હિન્દુ કુશ ક્ષેત્રમાં ૬.૦ની તીવ્રતાનો એક મજબૂત ભૂકંપ આવ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબરથી અફઘાનિસ્તાનમાં બે વખત ૬ કે તેથી વધુની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/