fbpx
રાષ્ટ્રીય

રામમંદિર પ્રાણ પ્રતિષ્ટામાં ભાગ ન લેવાને લઈ કોંગ્રેસ પર કેન્દ્રીય શિક્ષણમંત્રીનો કટાક્ષભગવાન શ્રી રામને કાલ્પનિક કહેનારા મંદિરને કેવી રીતે સ્વીકારશે?.. : ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શ્રી રામ મંદિરના અભિષેક સમારોહ માટેના આમંત્રણને અસ્વીકાર કરવા બદલ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા ઠ પર લખ્યું છે – ભગવાન શ્રી રામને કાલ્પનિક કહેનારા કોંગ્રેસ અને તેના નેતાઓ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરને કેવી રીતે સ્વીકારશે? આમંત્રણ મળ્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ સોનિયા ગાંધી અને પાર્ટીના વરિષ્ઠ સભ્ય અધીર રંજન ચૌધરીએ કાર્યક્રમમાં આવવાની ના પાડી દીધી હતી.

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ નકારવા બદલ કોંગ્રેસ પક્ષ પર ચારે બાજુથી પ્રહારો થઈ રહ્યા છે. ભાજપના ઘણા નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓએ કોંગ્રેસના આ ર્નિણયની આકરી ટીકા કરી છે. વિશ્વ હિંદુ પરિષદે પણ પોતાની ટિપ્પણીમાં કહ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ન આવવાનો ર્નિણય કોંગ્રેસ પાર્ટીનો વ્યક્તિગત છે, તે તેમની પસંદગીની બાબત છે.
હવે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસ પર નિશાન સાધતા લખ્યું છે કે, જેમને શ્રી રામ મંદિરના માર્ગમાં અવરોધ બનવામાં કોઈ કસર બાકી ન રાખી તે કોંગ્રેસને ભલા આ ભવ્ય અવસર કેવી રીતે સારો લાગશે?

પ્રાણ-પ્રતિષ્ઠાનું આયોજન કરવાના આમંત્રણને નકારીને કોંગ્રેસે ફરી એકવાર શ્રી રામ અને શ્રી રામ મંદિર પ્રત્યે પોતાની કડવાશ વ્યક્ત કરી છે. ધર્મેન્દ્ર પ્રધાને ઠ પર આગળ લખ્યું છે – પ્રાણ પ્રતિષ્ઠાના પ્રત્યક્ષ સાક્ષી બનવું એ દરેક ભારતીયનું સૌથી મોટું સૌભાગ્ય હશે. કોંગ્રેસના નેતાઓનું દુર્ભાગ્ય છે કે આજે તેઓ પરિવાર પ્રથમ અને તુષ્ટિકરણની રાજનીતિ માટે દેશની જનતાની લાગણીનો અનાદર કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ લખ્યું કે, મોદી-ભાજપનો વિરોધ કરીને કોંગ્રેસે માત્ર દેશનો વિરોધ જ નથી શરૂ કર્યો, પરંતુ હવે તે ભગવાન શ્રી રામનો પણ વિરોધ કરવા લાગી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/