fbpx
રાષ્ટ્રીય

રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉદ્ધવ ઠાકરેનો પ્રધાનમંત્રી પર કટાક્ષપત્રકાર પરિષદમાં સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું,”રામમંદિરમાં રામજીની મૂર્તિ હશે કે નહીં, તેની ચિંતા છે”

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એક તરફ લોકો આ ઐતિહાસિક દિવસની રાહ જાેઈ રહ્યા છે તો બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ ગરમાયેલુ છે. વિપક્ષી પાર્ટીઓનો આરોપ છે કે ભાજપ રામમંદિર દ્વારા રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કરી રહી છે. તેની વચ્ચે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેનું કહેવુ છે કે તે પણ ૨૨ જાન્યુઆરીએ ભગવાન રામની પૂજા કરશે પણ તફાવત એટલો હશે કે આ પૂજા અયોધ્યામાં નહીં પણ મહારાષ્ટ્રના નાસિકમાં ગોદાવરી નદી પર કાલારામ મંદિરમાં થશે.

એક પત્રકાર પરિષદમાં સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તે પોતાના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિને આમંત્રણ આપશે. તેમને કહ્યું કે તે કાલારામ મંદિરમાં ભગવાન રામના દર્શન કરશે અને ગોદાવરી નદી પર આરતી કરશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જ્યારે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, ત્યારે રાષ્ટ્રપતિ આવ્યા હતા, તેમના હાથે જ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, ત્યારે તેમની માગણી છે કે ૨૨ જાન્યુઆરીએ પણ રાષ્ટ્રપતિને બોલાવવામાં આવે. ઉદ્ધવ ઠાકરે કહ્યું કે આ માત્ર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા નથી, દેશની પ્રતિષ્ઠા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તે દેશભક્ત છે પણ અંધભક્ત નથી. તેમને વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે વડાપ્રધાન મોદી માત્ર ચા પર જ કેમ ચર્ચા કરે છે, ક્યારેય કોફી, બિસ્કિટ, ફાફડા પર પણ ચર્ચા થવી જાેઈએ. તેની સાથે જ તેમને કહ્યું કે અટલ સેતુ બનાવ્યો છે પણ અટલજીનો ફોટો પણ નથી, ત્યારે જાેવાનું રહેશે કે રામમંદિરમાં રામજીની મૂર્તિ હશે કે નહીં, તેની ચિંતા છે. ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં સામેલ થવા પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમનો પ્રવાસ છે, ત્યાં જવાનું છે, તેથી તે બેઠકમાં સામેલ નહીં થઈ શકે. તેમને પણ કહ્યું કે તેને લઈ કોઈ ગેરસમજ ના હોવી જાેઈએ. ઉલ્લેખનીય છે કે સીટની વહેંચણીને લઈ ઈન્ડિયા ગઠબંધનમાં તમામ પાર્ટીની વચ્ચે વાતચીત ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે આ પ્રથમવાર નથી કે જ્યારે ઉદ્ધવ ઠાકરે કે તેમની પાર્ટીએ ભાજપ અને વડાપ્રધાન મોદી પર રામમંદિરને લઈ કટાક્ષ કર્યો હોય. તેના પહેલા પણ ભાજપ પર આરોપ લાગી ચૂક્યો છે. કેટલાક દિવસ પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ભગવાનના દર્શન કરવા માટે તેમને કોઈના નિમંત્રણની જરૂર નથી, તે જ્યારે ઈચ્છે ત્યારે મંદિર જઈ શકે છે. તેમને એ પણ કહ્યું હતું કે ૨૨ જાન્યુઆરી બાદ તે અયોધ્યા જશે. તે સિવાય શિવસેના સાંસદ સંજય રાઉતે તાજેત્તરમાં જ રામમંદિરને લઈ નિવેદન આપ્યું હતું. શિવસેના સાંસદએ કહ્યું હતું કે ભાજપે ભગવાન રામને કિડનેપ કરી લીધા છે. રાઉતે કહ્યું હતું કે જે રીતે ભાજપ રામના નામ પર રાજકારણ કરી રહી છે, તેનાથી લાગે છે કે પાર્ટી હવે ઝડપી જ ભગવાન રામને ચૂંટણીમાં અયોધ્યાથી ઉમેદવાર જાહેર કરશે. રામમંદિરમાં યોગદાનને લઈ ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસ પર પણ નિશાન સાધ્યુ. તેમને કહ્યું કે ફડણવીસ અજ્ઞાની છે, જે કહી રહ્યા છે કે રામમંદિરમાં શિવસેનાનું કોઈ યોગદાન નથી. તેમને કહ્યું કે કોર્ટમાં જે કેસ ચાલ્યો છે, તેમાં ઘણા શિવસૈનિકોના નામ છે. તેમને કહ્યું કે રામમંદિર આંદોલનમાં તેમની પાર્ટીનું પણ મહત્વનું યોગદાન હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/