fbpx
રાષ્ટ્રીય

હિન્દુ સેનાએ દિલ્હીમાં બાબર રોડના બોર્ડ પર અયોધ્યા માર્ગનું પોસ્ટર લગાવ્યા

એક તરફ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ ચાલી રહી છે. બીજી તરફ દિલ્હીના બાબર રોડના બોર્ડ પર અયોધ્યા માર્ગનું પોસ્ટર ચોંટાડવામાં આવ્યું હતું. હિન્દુ સેનાએ શનિવારે દિલ્હીના બાબર રોડના બોર્ડ પર અયોધ્યા માર્ગના પોસ્ટર ચોંટાડ્યા હતા. અગાઉ પણ હિંદુ સંગઠનો દ્વારા બાબર રોડની સાથે અન્ય મુઘલ શાસકોના નામ પર રાખવામાં આવેલા રસ્તાઓના નામ બદલવાની માંગણી કરવામાં આવી રહી છે.

રામ મંદિર નિર્માણની સાથે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. આ પ્રસંગે હિન્દુ સેનાએ ફરી એકવાર આ પોસ્ટર ચોંટાડીને આ માંગણી ઉઠાવી છે. કહેવાય છે કે મુઘલ શાસક બાબરના સેનાપતિ મીર બાંકીએ અયોધ્યામાં રામ મંદિર તોડીને બાબરી મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. આ પછી ઘણી તકરાર થઈ. હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આજે ૫૦૦ વર્ષ પછી અયોધ્યામાં એ જ જગ્યાએ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. રામલલ્લાના અભિષેક સાથે હિન્દુ સંગઠનોનો મુઘલ વિરોધ ફરી એકવાર સામે આવ્યો છે. તમને જણાવી દઈએ, ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરનું ઉદ્‌ઘાટન થવાનું છે. તે જ દિવસે અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. પૂજારીઓએ પણ મંદિર પરિસર અને ગર્ભગૃહમાં પૂજાની વિધિ શરૂ કરી દીધી છે. લગભગ ૫૦૦ વર્ષ બાદ રામલલ્લા હવે ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થશે. રામ મંદિરના ઉદ્‌ઘાટન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સીએમ યોગી આદિત્યનાથ પોતે ઉદ્‌ઘાટનના કામની સમીક્ષા કરી રહ્યા છે. શુક્રવારે સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને નિર્માણના કામોની સમીક્ષા કરી હતી. રામ મંદિરમાં મોટી સંખ્યામાં વીવીઆઈપી આવવાના છે. આ સંદર્ભે, દરેક ખૂણા પર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/