fbpx
રાષ્ટ્રીય

અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા માટે પ્રધાનમંત્રી મોદી સાથે મહંત નૃત્ય ગોપાલ દાસ પણ ગર્ભગૃહમાં હાજર હતા

વર્ષોથી જે ઘડીની રાહ હતી આખરે તે પૂર્ણ થઇ છે.રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઇ ગઇ છે, દેશમાં દિવાળી જેવો માહોલ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે રામ મંદિરના હાજરી આપી પૂજા વિધિમાં કરી. પીએમ નરેન્દ્ર મોદીની સાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, આરએસએસના વડા મોહન ભાગવત અને રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ પણ ગર્ભગૃહમાં હાજર હતા. સવાલ એ છે કે પીએમ મોદી સાથે રામલલાના ગર્ભગૃહમાં હાજર રહેલા મહંત નૃત્ય ગોપાલ દાસ કોણ છે. મહંત નૃત્ય ગોપાલ દાસના વિશે જણાવીએ તો, મહંત નૃત્ય ગોપાલ દાસ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ છે. આ પહેલા તેઓ કૃષ્ણભૂમિ ટ્રસ્ટના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. મહંત નૃત્ય ગોપાલ દાસ મથુરાના રહેવાસી છે અને તેમનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

તેમણે મથુરામાંથી જ શિક્ષણ મેળવ્યું હતું. થોડા વર્ષો પછી, તેઓ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ ગયા, જેના કારણે તેઓ પોતાનું ઘર છોડીને અયોધ્યા ગયા. અયોધ્યામાં, તેમણે મહંત રામ મનોહર દાસ પાસેથી દીક્ષા સંસ્કાર મેળવ્યા, જેમણે તેમને સંસ્કૃત પણ શીખવ્યું. બાદમાં તેઓ વારાણસીની સંસ્કૃત યુનિવર્સિટીમાં જાેડાયા અને ‘શાસ્ત્રી’ તરીકે સ્નાતક થયા. ૧૯૬૫ માં, તેઓ માત્ર ૨૭ વર્ષના હતા ત્યારે અયોધ્યામાં એક ભવ્ય સમારોહમાં તેમને મહંત તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતા. તે પછી મહંત નૃત્ય ગોપાલ દાસ છોટી છાવણીના છઠ્ઠા પ્રમુખ બન્યા. અયોધ્યાના વડા બન્યા બાદ તેમના પહેલા ત્યાંના અનેક મંદિરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મહંત નૃત્ય ગોપાલ દાસે અયોધ્યામાં શ્રી ચારધામ મંદિર, રામાયણ ભવન અને શ્રી રંગનાથ મંદિર સહિત અનેક મંદિરો બનાવ્યા. તેઓ દાયકાઓથી રામ જન્મભૂમિ આંદોલન સાથે સક્રિય રીતે જાેડાયેલા છે. ૨૦૦૧માં તેમના અને તેમના શિષ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેમને નાની-મોટી ઈજાઓ થઈ હતી.નૃત્ય ગોપાલ દાસને વર્ષ ૨૦૦૩માં રામ જન્મભૂમિ ટ્રસ્ટના વડા બનાવવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/