fbpx
રાષ્ટ્રીય

બિહારમાં ‘ભારત જાેડો ન્યાય યાત્રા’ દરમિયાન ભાગદોડ, રાહુલ ગાંધીની કારને નુકસાન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જાેડો ન્યાય યાત્રા’ હાલમાં બિહારમાં છે. તેમણે બુધવારે કટિહારમાં પદયાત્રા કરી હતી. રાહુલે લોકોને શુભેચ્છા પાઠવી હતી. આ યાત્રા દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીની કારને નુકસાન થયું હતું. તે માંડ-માંડ બચી ગયા હતા. જાેકે, રાહુલ ગાંધી કારમાંથી ઉતરીને બસમાં બેસી ગયા હતા અને પ્રશાસને લોકોને શાંત પાડ્યા હતા. મહત્વનું છે કે રાહુલની ભારત જાેડો યાત્રાનો આજે ૧૮મો દિવસ છે.

રાહુલની આ યાત્રા આજે ફરી એકવાર બિહારથી બંગાળમાં પ્રવેશ કરશે. રાહુલની આ યાત્રામાં તેઓ મીરચાઈબારી ડીએસ કોલેજ થઈને લાભામાં જાહેર સભા બાદ બંગાળ જવા રવાના થશે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીની ‘ભારત જાેડો ન્યાય યાત્રા’ આજે કિશનગંજ થઈને બિહારમાં પ્રવેશી હતી. બિહારની મુલાકાત દરમિયાન રાહુલે કહ્યું કે બિહારની ધરતી પર ‘અન્યાય’ વિરુદ્ધ ચાલી રહેલી ‘ન્યાયની મહાયાત્રા’ને જનતાનો ઘણો પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે. જ્યાં સુધી અમને ન્યાયનો અધિકાર નહીં મળે ત્યાં સુધી આ યાત્રા ચાલુ રહેશે.

આજે ‘ભારત જાેડો ન્યાય યાત્રા’ બિહારથી પશ્ચિમ બંગાળમાં પ્રવેશી રહી છે. આ પ્રસંગે બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહે પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીને રાષ્ટ્રધ્વજ સોંપ્યો હતો. તમને જણાવી દઈએ કે આ યાત્રા બીજી વખત બંગાળમાં પ્રવેશ કરી રહી છે. આ પહેલા ૨૫ જાન્યુઆરીએ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા બંગાળ પહોંચી હતી. આ યાત્રા આસામથી બંગાળના કૂચ દરમિયાન બિહાર પહોંચી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે હું પશ્ચિમ બંગાળ આવીને ખુશ છું. અમે તમને સાંભળવા અને તમારી સાથે ઊભા રહેવા માટે અહીં છીએ. રાહુલે એમ પણ કહ્યું હતું કે અમે યાત્રામાં ન્યાય શબ્દ ઉમેર્યો છે કારણ કે દેશભરમાં અન્યાય પ્રવર્તે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/