fbpx
રાષ્ટ્રીય

વચગાળાના બજેટમાં પવન ઉર્જા માટે મોટી જાહેરાત કરી

ગઈકાલે ૩૧ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે સંસદના બંને ગૃહોને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, વિશ્વભરમાં પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોની વિશેષ માગને ધ્યાનમાં રાખીને સરકારે ‘ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ’ પર ભાર મૂક્યો છે અને ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યુ હતું કે છેલ્લા ૧૦ વર્ષમાં બિન-અશ્મિભૂત ઇંધણ પર આધારિત ઊર્જા ક્ષમતા ૮૧ ય્ઉ થી વધીને ૧૮૮ ય્ઉ થઈ છે. આ સમયગાળા દરમિયાન સૌર ઉર્જા ક્ષમતામાં ૨૬ ગણો વધારો થવા સાથે પવન ઊર્જા ક્ષમતા પણ બમણી થઈ ગઈ છે.

તેમણે કહ્યું, અમે નવીનીકરણીય ઉર્જા સ્થાપિત ક્ષમતા અને પવન ઉર્જા ક્ષમતામાં વિશ્વમાં ચોથા સ્થાને છીએ. સૌર ઉર્જા ક્ષમતામાં આપણું સ્થાન પાંચમા સ્થાને છે. આજે નાણા પ્રધાન ર્નિમલા સીતારમણે બજેટ દરમિયાન જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૭૦ સુધીમાં શૂન્ય ઉત્સર્જન સુધી પહોંચવાની ભારતની પ્રતિબદ્ધતાને પહોંચી વળવા માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૧માં ગ્લાસગોમાં આયોજિત ર્ઝ્રંઁ૨૬ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લક્ષ્યની જાહેરાત કરવામાં આવી હતી. સીતારમણે કહ્યું કે રૂફટોપ સોલારાઇઝેશન દ્વારા, ૧ કરોડ પરિવારો દર મહિને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી મેળવી શકશે. આ પહેલ મફત સૌર ઉર્જા દ્વારા અને વિતરણ કંપનીઓને સરપ્લસ વેચવા દ્વારા ઘરોને વાર્ષિક ૧૫,૦૦૦ રૂપિયા સુધીની બચત થઈ શકે છે.

આ ઉપરાંત ૧ ય્ઉ ની પ્રારંભિક ક્ષમતા માટે ઓફશોર પવન ઉર્જા સંભવિતતાનો ઉપયોગ કરવા માટે વાયેબિલિટી ગેપ ફંડ પ્રદાન કરવામાં આવશે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ એમટીની કોલ ગેસિફિકેશન અને લિક્વિફેક્શન ક્ષમતા સ્થાપિત કરવામાં આવશે. આનાથી કુદરતી ગેસ, મિથેનોલ અને એમોનિયાની આયાત ઘટાડવામાં પણ મદદ મળશે. પરિવહન માટે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (ઝ્રદ્ગય્) માં કોમ્પ્રેસ્ડ બાયોગેસ (ઝ્રમ્ય્) અને ઘરેલું હેતુઓ માટે પાઇપ્ડ નેચરલ ગેસ (ઁદ્ગય્)નું તબક્કાવાર મિશ્રણ પણ ફરજિયાત કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/