fbpx
રાષ્ટ્રીય

૫૩ વર્ષથી ચાલી રહેલા મઝાર અને લાક્ષાગૃહ વિવાદમાં કોર્ટે હિંદુઓના પક્ષમાં ચુકાદો આપ્યો

કોર્ટે હિંદુઓને યુપીના બાગપતમાં સ્થિત લાક્ષાગૃહનો માલિકી હક્ક આપવાનો ચુકાદો યુપીના બાગપત જિલ્લામાં ૫૩ વર્ષથી ચાલી રહેલા મઝાર અને લાક્ષાગૃહ વિવાદમાં આખરે કોર્ટે હિંદુઓના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે હિંદુઓને લાક્ષાગૃહનો માલિકી હક્ક આપવાનો ચુકાદો આપ્યો છે. આ વિવાદમાં મઝાર અને તેની સાથે જાેડાયેલી લગભગ ૧૦૦ વાઘા જમીન પર છેલ્લા ૫૩ વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. ૧૯૭૦માં આ વિવાદમાં ટ્રાયલમાં બાગપતના સિવિલ જજ શિવમ દ્વિવેદીએ આ ચુકાદો સંભળાવ્યો હતો.

મેરઠના સરધના કોર્ટમાં બરનાવા નિવાસી મુકીમ ખાને વકફ બોર્ડના પદાધિકારીની હેસિયતથી વાદ દાખલ કર્યો. જેમા લાક્ષાગૃહ ગુરુકુળના સંસ્થાપક બ્રહ્મચારી કૃષ્ણદત મહારાજને પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા. મુકીમ ખાને તેના પર વક્ફ બોર્ડના માલિકી હક્કની દાવેદારી કરી હતી. જ્યાં શેખ બદ્દરુદ્દીનની મજાર અને મોટા કબ્રસ્તાનની જમીન છે. આ કેસમાં કોર્ટે ૧૦થી વધુ હિંદુ પક્ષની સાક્ષીઓની જુબાની નોંધી હતી.

તમને જણાવી દઈએ કે સિવિલ જજ શિવમ દ્રીવેદીએ મુસ્લિમ પક્ષનો કેસ ફગાવી દીધો હતો. કોર્ટમાં આ મામલે છેલ્લા ૫૩ વર્ષથી હિંદુ પક્ષ અને મુસ્લિમ પક્ષ વચ્ચે કેસ ચાલી રહ્યો હતો. આ મહાભારત કાળ સાથે જાેડાયેલા લાક્ષાગૃહનો કેસ છે. જેના પર મુસ્લિમ સમાજે લાક્ષાગૃહ નહીં પરંતુ શેખ બદરુદ્દીનની મજાર હોવાનો દાવો કર્યો. ત્યારબાદ ૧૯૭૦માં બાગપત સિવિલ કોર્ટમાં તેનો કેસ દાખલ થયો હતો. જેના પર આજે બાગપતની સિવિલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. આ અગાઉ અયોધ્યા રામ મંદિર વિવાદનો ઉકેલ આવતા ત્યાં ભવ્ય રામ મંદિરનો માર્ગ મોકળો થયો

અને ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યુ છે. કાશીમાં જ્ઞાનવાપીમાં મંદિર હોવા અંગે છજીૈંના અહેવાલ પર હિન્દુ પક્ષમાં ખુશીની લહેર જાેવા મળી છે. જેમા કોર્ટે વ્યાસજીના ભોંયરામાં પૂજાની છૂટ આપવાનો ચુકાદો આપતા પૂજા પણ શરૂ થઈ ગઈ છે. હિન્દુ પક્ષ વજુ ખાનામાં કથિત શિવલિંગ ધરાવતી જગ્યાના છજીૈં સર્વેની પણ માંગ કરી રહ્યું છે. આ તરફ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં, હિંદુ પક્ષે માલિકી હક્કની લડાઈ કોર્ટમાં લીધી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/