fbpx
રાષ્ટ્રીય

હિમાચલમાં ભારે હિમવર્ષાને કારણે ૪૭૦ થી વધુ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદે તારાજી સર્જી છે. હિમવર્ષા અને વરસાદને કારણે મંગળવારે ૪ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ૪૭૦ થી વધુ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ માર્ગો પરનો વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રસ્તાઓ બંધ થવાને કારણે હિમવર્ષાનો આનંદ માણવા આવેલા પ્રવાસીઓ વિવિધ સ્થળોએ ફસાયા છે. આ સાથે વીજળી પુરવઠો પણ સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલમાં જાન્યુઆરીનું હવામાન છેલ્લા ૧૭ વર્ષમાં સૌથી સૂકું હતું. રાજ્યમાં સામાન્ય ૮૫.૩ મીમી વરસાદ સામે માત્ર ૬.૮ મીમી વરસાદ નોંધાયો છે. જાે આ રીતે જાેવામાં આવે તો હિમાચલમાં વરસાદમાં ૯૨ ટકાનો ઘટાડો થયો હતો. અગાઉ ૧૯૯૬માં ૯૯.૬ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો અને ૨૦૦૭માં ૯૮.૫ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. સ્થાનિક હવામાન વિભાગે આગામી ૬ દિવસ એટલે કે ૧૨મી ફેબ્રુઆરી સુધી રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી કરી છે. રાજ્યના ૪૭૦ રસ્તાઓમાંથી લાહૌલ અને સ્પીતિમાં ૧૫૩ રસ્તાઓ, શિમલામાં ૧૩૪, કુલ્લુમાં ૬૮, ચંબામાં ૬૧, મંડીમાં ૪૬ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે,

સાથે જ સિરમૌર, કિન્નૌર અને કાંગડાના રસ્તાઓ પર પણ ટ્રાફિક જ્યાં સર્જાયો છે. સિમલા સહિત અનેક સ્થળોએ હિમવર્ષા શરૂ થયા બાદ રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો, પરંતુ વરસાદે તારાજી સર્જી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ખદ્રાલામાં ૪ સેમી, કુફરીમાં ૨ સેમી, ભરમૌરમાં ૩ સેમી, સાંગલામાં ૦.૫ સેમી હિમવર્ષા નોંધાઈ છે. આ સિવાય કલ્પા, કુકુમસેરી, નારકંડા અને કીલોંગમાં પણ હિમવર્ષા જાેવા મળી હતી. શિમલા હોટેલ એન્ડ ટુરિઝમ સ્ટેકહોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ એમકે સેઠે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ગત સપ્તાહે પ્રવાસન પ્રેમીઓની સંખ્યામાં ૩૦-૭૦ ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યમાં વરસાદ અને હિમવર્ષા બાદ કેટલીક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ જાેવા મળી છે.

મંગળવારે વહેલી સવારે શિમલાની બહાર ભૂસ્ખલનમાં બે મજૂરોના મોત થયા હતા. જુંગા રોડ પર ભૂસ્ખલનની ઘટનામાં બિહારના બે લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા બે લોકોની ઓળખ રાકેશ અને રાજેશ તરીકે થઈ છે. ઘટના અંગે પોલીસે જણાવ્યું કે તે બે માળની ઈમારતમાં કેટલાક મજૂરો સૂતા હતા, પરંતુ વરસાદના કારણે ભૂસ્ખલનને કારણે તે ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટનામાં પાંચ મજૂરોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ બે લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. લગભગ એક કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. હિમાચલ ઉપરાંત ઉત્તરાખંડમાં પણ હવામાન બદલાઈ રહ્યું છે.

શનિવારે રાત્રે અને રવિવારે ઉત્તરકાશીના જિલ્લા મુખ્યાલય અને આસપાસના વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જાેવા મળ્યો હતો. ગંગોત્રી અને યમુનોત્રી સિવાય અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ હિમવર્ષા જાેવા મળી હતી. આ સ્થળોએ રવિવારે પણ હિમવર્ષા થઈ હતી. વરસાદ અને હિમવર્ષાના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. જાે કે, કેટલાક પાક માટે હિમવર્ષા અને વરસાદ જીવનરક્ષકથી ઓછા નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/