fbpx
રાષ્ટ્રીય

દક્ષિણ કોરિયાની એક કંપની તેના કર્મચારીઓને બાળક પેદા કરવા પર બોનસ આપશેત્રણ બાળકો હશે તો ઘર પણ આપશે, ઓફર પુરુષો અને મહિલાઓ બંને માટે

દક્ષિણ કોરિયાની એક કંપની તેના કર્મચારીઓને બાળક પેદા કરવા પર બોનસ આપી રહી છે. જ્યારે પણ કોઈ વર્કરનાં ત્યાં બાળક પેદા થશે તો તેને ૧૦૦ મિલિયન કોરિયન વોન (ઇં૭૫,૦૦૦ એટલે કે લગભગ ૬૨.૨૩ લાખ રૂપિયા) મળશે. સિયોલ બેસ્ડ કન્સ્ટ્રક્શન કંપની બૂયંગ ગ્રુપે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે આ ઓફર પુરુષો અને મહિલાઓ બંને માટે છે. કંપની એ કર્મચારીઓને કુલ ૭ બિલિયન વોન (ઇં૫.૨૫ મિલિયન કે લગભગ ?૪૩ કરોડ)નું પેમેન્ટ કરશે જેમણે ૨૦૨૧ બાદ ૭૦ બાળકો પેદા કર્યા છે. આ ઓફર તમને વિચિત્ર લાગે પરંતુ દક્ષિણ કોરિયા માટે આ ખતરાની ઘંટી જેવી છે.

કંપનીના ચેરમેન લી જૂંગ કિયૂનના જણાવ્યાં મુજબ આ રકમથી કર્મચારીઓને બાળકોના ઉછેરમાં મદદ મળશે. ત્રણ બાળકોવાળા કર્મચારીઓને એ વિકલ્પ પણ મળશે કે તેઓ કેશ કે ઘરમાંથી કોઈ એક વસ્તુ લઈ શકે. જાે સરકાર કન્સ્ટ્રક્શન માટે જમીન આપે તો કંપની ત્રણ બાળકોવાળા કર્મચારીઓને રેન્ટલ હાઉસિંગ પણ આપવા તૈયાર છે. નહીં તો તેમને સવા બે લાખ અમેરિકી ડોલર (લગભગ ૧.૮૬ કરોડ રૂપિયા) કેશ આપવામાં આવશે. બૂયંગ ગ્રુપ ઉપરાંત અનેક અ્‌ય કંપનીઓ પણ બાળકો પેદા કરવા પર અનેક ફાયદા આપી રહી છે. દક્ષિણ કોરિયન સરકારે પણ કેટલીક યોજનાઓ શરૂ કરી છે.

દક્ષિણ કોરિયા સહિત પૂર્વ એશિયાના અનેક દેશ એક પ્રકારના ટાઈમ બોમ્બ પર બેઠા છે. જાે ધરમૂળ ફેરફાર નહીં આવે તો ગણતરીના દાયકાઓમાં તેમની વસ્તી વૃદ્ધ થઈ જશે. દક્ષિણ કોરિયાનો ફર્ટિલિટી રેટ (૦.૭૮) દુનિયામાં સૌથી ઓછો છે. આગામી વર્ષ સુધીમાં તે વધુ ગગડીને ૦.૬૫ થાય તેવી શક્યતા છે. આ જ ઝડપ રહી તો ૨૧૦૦ સુધીમાં દક્ષિણ કોરિયાની જનસંખ્યા ઘટીને અડધી થઈ ફક્ત ૨.૪ કરોડ રહી જશે. ૨૦૨૨માં ૨૪૯,૦૦૦ બાળકોનો જન્મ થયો જ્યારે દક્ષિણ કોરિયાના લેબર માર્કેટને ચલાવવા માટે દર વર્ષે ઓછામાં ઓછા ૫૦૦,૦૦૦ બાળકોના જન્મની જરૂર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/