fbpx
રાષ્ટ્રીય

ચૂંટણીના એક દિવસ પહેલા પાકિસ્તાનમાં બ્લાસ્ટ થયાબલૂચિસ્તાનના બે વિસ્તારોમાં બ્લાસ્ટ, ૨૨ લોકોના મોત

પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલા બલૂચિસ્તાનના બે વિસ્તારોમાં બ્લાસ્ટ થયા હતા. જેમાં કુલ ૨૨ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બલૂચિસ્તાનના કાર્યકારી માહિતી પ્રધાન જાન અચકઝાઈએ પાકિસ્તાની ન્યૂઝને જણાવ્યું હતું કે પિશિન જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ મોટરસાઇકલ સાથે જાેડાયેલ ઇમ્પ્રુવાઇઝ્‌ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (ૈંઈડ્ઢ)નું પરિણામ હતું. જ્યાં કુલ ૧૨ લોકોના મોત થયા હતા. જ્યારે બીજાે બ્લાસ્ટ બલૂચિસ્તાન પ્રાંતના કિલા સૈફુલ્લાહમાં થયો હતો. આ વિસ્ફોટમાં ૧૦ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

તમને જણાવી દઈએ કે, બલૂચિસ્તાનમાં આ બોમ્બ વિસ્ફોટો પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી તેમજ ચાર પ્રાંતીય એસેમ્બલીની ચૂંટણી માટે મતદાનના ૨૪ કલાકથી ઓછા સમય પહેલા થયા હતા. ૨૨ મૃતકો ઉપરાંત અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. તેમની ખાનઝાઈ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. આ હુમલો કોણે કર્યો અને શા માટે કર્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. સ્થળ પર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

પાકિસ્તાનમાં આવતીકાલે એટલે કે ૮મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય અને પ્રાંતીય એસેમ્બલી માટે ચૂંટણી યોજાવાની છે. મતદાન સવારે ૮ વાગ્યે (૦૫ઃ૦૦ ય્સ્‌) ખુલશે અને સાંજે ૫ વાગ્યે (૧૨ઃ૦૦ ય્સ્‌) બંધ થશે. જાે ચૂંટણી પંચ પરવાનગી આપે તો કેટલાક વિસ્તારોમાં મતદાનનો સમય વધારી શકાય છે. આ પહેલા પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાનમાં પણ હુમલો થયો હતો. અહીં એક પોલીસ સ્ટેશન પર થયેલા આતંકી હુમલામાં ૧૦ પોલીસકર્મીઓના મોત થયા હતા. હુમલો મધ્યરાત્રિ પછી થયો હતો, જ્યારે મોટાભાગના પોલીસકર્મીઓ ઊંઘી રહ્યા હતા. નિંદ્રાધીન પોલીસકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસ કોઈ જવાબી કાર્યવાહી કરી શકી ન હતી. તાજેતરના સમયમાં પાકિસ્તાનમાં વારંવાર આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે અને પાકિસ્તાનની વચગાળાની સરકાર તેને રોકવામાં નિષ્ફળ રહી છે.

હાલમાં જ બલૂચિસ્તાનના નુશ્કી જિલ્લામાં આવી જ એક ઘટના જાેવા મળી હતી. આ દરમિયાન પાકિસ્તાન ચૂંટણી પંચની ઓફિસની બહાર બોમ્બ બ્લાસ્ટ જાેવા મળ્યો હતો. જાે કે આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તે જ સમયે, અગાઉ નવેમ્બર ૨૦૨૩ માં પણ આતંકવાદીઓએ પોલીસ ચેક પોસ્ટને નિશાન બનાવ્યું હતું. આ આતંકી હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયાના સમાચાર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/